મચ્છર કરડવાથી શરીરના તે ભાગ પર ખંજવાળ કેમ આવે છે?
મચ્છરોએ તો લગભગ બધા લોકોને હેરાન કર્યા હશે. દેખાવમાં નાના નાના મચ્છર કરડતાંની સાથે જ તે ભાગ પર ખંજવાળ શરૂ થઇ જાય છે. લોકો સામાન્ય રીતે એવુ માને છે કે મચ્છર ડંખ મારે છે એટલે ખંજવાળ આવે છે, તે સાચું જ છે પણ તેની પાછળ પણ રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે. તમને કદાચ એ વાત જાણીને આશ્ચર્ય થશે કે નર મચ્છર ક્યારેય કરડતા નથી, માત્ર માદા મચ્છર જ કરડે છે. આપણા શરીરની સંરચના પ્રમાણે શરીરની ચામડીમાં ક્યાંય પણ ચીરો, ઇજા કે કાણું પડે તો તરત જ ત્યાં લોહી જામી જાય છે. ત્યારે જ્યારે મચ્છર ડંખ મારે છે ત્યારે સાથે એક રસાયણ છોડે છે, જે તે ભાગમાં લોહીને જામવા દેતું નથી.
આ રસાયણ જેવું ચામડીમાં પહોંચે છે તરત ખંજવાળ અને બળતરા થાય છે. થોડીવારમાં જ તે જગ્યા સોજીને લાલ થઇ જાય છે. માદા મચ્છર તેના આગળના બે પગ વડે કરડે છે, જેમાં એક પગથી રસાયણ છોડે છે અને બીજા પગથી લોહી પીવે છે. આ સિવાય તે આપણા શરીરમાં લાળ પણ છોડે છે, જે વિવિધ બિમારીઓ માટેનું કારણ પણ બને છે. જ્યાં ડંખ માર્યો હોય ત્યાં જે સોજો આવે છે તે જરૂરી પણ છે, કેેમકે સોજો આવવાથી રસાયણનો પ્રભાવ ઓછો થાય છે અનને થોડીવારમાં ખંજવાળ આવતી પણ બંધ થાય છે.