શરીરને તંદુરસ્ત અને મજબૂત રાખવા મોર્નિંગ વોક જરુરી, જાણો વિવિધ ફાયદા

શરીરમાં પ્રોટીનની કમી થવાથી મસલ્સ કમજોર થઈ જાય છે

સવારે વોકિંગ કરીને આવ્યા પછી દુધનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
શરીરને તંદુરસ્ત અને મજબૂત રાખવા મોર્નિંગ વોક જરુરી, જાણો વિવિધ ફાયદા 1 - image
Image Envato 

તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર 

Health Morning walk : વધતા જતા રોગો સામે શરીરને તંદુરસ્ત રાખવું આપણી પોતાની ફરજ બને છે. રોજ સવારે 30 મિનિટ ચાલવાથી આપણા શરીરને સ્વસ્થ (body healthy) અને રોગ મુક્ત રાખી શકાય છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે રોજ સવારે અને સાંજે વોકિંગ કરવું જોઈએ અને તેના પછી કેટલાક પ્રોટીનયુક્ત ખોરાક પણ લેવા જોઈએ. 

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શરીરમાં પ્રોટીનની કમી થવાથી મસલ્સ કમજોર થઈ જાય છે. એટલા માટે રોજ સવારે હળવી કસરતો કરવી જોઈએ, પરંતુ તેની સાથે સાથે ખાવા બાબતે પણ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. જેમા સવારે વોકિંગ કરીને આવ્યા પછી દુધનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે અને મસલ્સ મજબૂત બને છે. આ ઉપરાંત સવારે ચાલવાથી શરીર સ્ફુર્તિવાન બને છે, એટલે આપણા આરોગ્યની જવાબદારી આપણી પોતાની બને છે. 

રોજ સવારે વોક કરવાના ઘણા ફાયદાઓ છે જેમા મુખ્ય ફાયદા વિશે આપણે જાણીએ

1 સંધિવા અને ઓસ્ટીયોપોરોસીસથી બચી શકાય છે

અનિયમિત જીવનશૈલી વધતી ઉંમરમાં વિવિધ પ્રકારના રોગ આવી જાય છે. જેમાં સંધિવા અને ઓસ્ટીયોપોરોસીસથી જેવી બીમારી પેદા થાય છે.જેના કારણે પાતળા અને કમજોર બની જાય છે. જેથી હાંડકામાં દુખાવો થતો રહે છે. એટલે સવારે ચાલવુ જોઈએ. 

2. તણાવમાં રાહત અપાવે છે.

હાલમાં મોટાભાગનો લોકો તણાવનો શિકાર બનતા હોય છે દરેક લોકોને આ બીમારી જોવા મળી રહી છે. કારણ કે તેનાથી માનસિક લેવલ બદલાય છે. એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે જો ડિપ્રેશનનો દર્દી રોજ 20 થી 40 મિનિટ વોક કરે તો તેની સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે. 

3. ડાયબિટીસને નિયંત્રણમાં રહે છે.

અનિયમિત જીવનશૈલીના કારણે અનેક બીમારીઓ ઘર કરી જાય છે. તેથી જો સવારમાં વોકિંગ કરવામાં આવે તો તેમાં ઘણો સુઘારો લાવી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં ડાયાબિટીસ નાબુદ કરી શકાય છે. 

4. હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે

નિષ્ણાતોના કહેવા પ્રમાણે રોજ સવારે વોકિંગ કરવાથી હૃદય રોગની સમસ્યા ઘટી જાય છે. નિયમિત રીતે રોજ સવારે ચાલવા કે  દોડવાથી હૃદય રોગની બીમારી નજીક પણ નથી આવતી. 

5. મગજની કાર્યક્ષમતા વધે છે

સવારમાં વોકિંગ કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. જેમા થયેલા એક સંશોધન પ્રમાણે નિયમિતરુપે રોજ એક માઈલ ચાલવાથી મગજને પુરતા પ્રમાણમાં લોહી મળતું રહે છે અને તેનાથી યાદ શક્તિમાં પણ વધારો થાય છે.તેમજ ભૂલવાની આદતમાં પણ સુધારો આવે છે. 


Google NewsGoogle News