કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આજે જ કરો લાઈફ સ્ટાઈલમાં આ ચાર પરિવર્તન, બેડ કોલેસ્ટ્રોલથી ઝડપથી મળશે છુટકારો
Image: Freepik
Cholesterol Level: હૃદયની વધતી બીમારીઓનું એક મોટું કારણ છે, ખરાબ ખાણી-પીણી અને બદલાતી લાઈફસ્ટાઈલ. આપણી જીવનશૈલી આપણા શરીરના કોલેસ્ટ્રોલ લેવલને અસર કરે છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. ગુડ કોલેસ્ટ્રોલ આપણા આર્ટરીઝથી પ્લેગને સાફ કરીને, લિવર સુધી લઈ જાય છે. જે તેને શરીરથી બહાર કાઢવામાં મદદ કરે છે.
બેડ કોલેસ્ટ્રોલ આર્ટરીઝને બ્લોક કરે છે અને હૃદયની બીમારીઓનું જોખમ વધારે છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણી-પીણીના કારણે બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. તેથી જરૂરી છે કે પોતાની જીવનશૈલીમાં અમુક જરૂરી પરિવર્તન કરવામાં આવે, જેનાથી તેના લેવલને નિયંત્રણ કરવામાં મદદ મળે.
કસરત કરો
દરરોજ અડધા કલાકની કસરત પણ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. એરોબિક એક્સરસાઈઝ, જેમ કે બ્રિસ્ક વોકિંગ, જોગિંગ વગેરે હૃદય માટે ખૂબ લાભદાયી હોય છે. એક્સરસાઈઝ કરવાથી ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધે છે, જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
હેલ્ધી ડાયટ ફોલો કરો
આપણુ લિવર કોલેસ્ટ્રોલ બનાવે છે, જેથી શરીર સારી રીતે ફંક્શન કરી શકે. પરંતુ આપણી ખાણી-પીણી દ્વારા પણ આપણા શરીરમાં ફેટ જાય છે. તેથી હેલ્ધી ડાયટ ફોલો કરીને કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણ કરી શકાય છે. ડાયટમાં હાઈ પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબરથી ભરપૂર ફૂડ્સને સામેલ કરો. આ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
પ્રોસેસ્ડ ફૂડ્સ ઓછા ખાવ
પોતાની ડાયટમાં સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટનું પ્રમાણ ઓછું કરો. આ કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે, જેના કારણે આર્ટરીઝ બ્લોક થઈ શકે છે. તેથી પ્રોસેસ્ડ ફૂડ્સ અને જંક ફૂડ્સ ખાવાનું ટાળો.
વજન ઘટાડો
વજન વધુ હોવાના કારણે તમારુ કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. વજન વધુ હોવાના કારણે શરીરમાં ફેટનું પ્રમાણ વધી શકે છે, જે કોલેસ્ટ્રોલ વધવાના કારણ બની શકે છે. તેથી અમુક કિલો વજન ઘટાડવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ મદદ મળી શકે છે.