Get The App

ભારતીયો સ્વાસ્થ્ય પ્રત્યે થયા જાગૃત, 73 ટકા લોકો નાસ્તો ખરીદતાં પહેલાં મેળવે છે આ માહિતી

Updated: Jul 8th, 2024


Google News
Google News
shopping


Farmley’s Healthy Snacking Report 2024: એક નવો સર્વે દર્શાવે છે કે 73 ટકા ભારતીયો નાસ્તાની ખરીદી કરતા પહેલા તેમાં વપરાયેલી સામગ્રીની યાદીઓ અને પોષક મૂલ્યો વાંચવાનું પસંદ કરે છે, જે દેશમાં તંદુરસ્ત નાસ્તા પ્રત્યે વધારી જાગૃતતા દર્શાવે છે. રવિવારે જાહેર કરવામાં આવેલા હેલ્ધી સ્નેકિંગ રિપોર્ટ 2024 સમગ્ર ભારતમાં 6,000 થી વધુ લોકોના સર્વેક્ષણ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ્ય વપરાશના વલણોની તપાસ કરવાનો છે.

73 ટકા લોકો નાસ્તો ખરીદતાં પહેલાં મેળવે છે આ માહિતી

સર્વેમાં સામેલ લોકોમાંથી 73 ટકા લોકો ખરીદી કરતા પહેલા કન્ટેન્ટ અને પોષક મૂલ્યના લેબલ વાંચવાનું પસંદ કરે છે. આમાંથી 93 લોકોએે પારદર્શિતા અને સ્વસ્થ વિકલ્પો વિશે જાણકારી મેળવવાની ઈચ્છા જાહેર કરી છે. રિપોર્ટ અનુસાર, 10માંથી 9 ભારતીયો રોજિંદા વપરાશની ચીજોના વિકલ્પ શોધી રહ્યાં છે. 

સંભવિત હાનિકારક પદાર્થો માટે ફૂડ પેકેટનું કન્ટેન્ટની તપાસ

આ રિપોર્ટ મસાલા, મીઠાઈઓ અને ઝડપી હેરફેર થતા માલસામાન જેવા ઉત્પાદનોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વધતા જતા કિસ્સાઓને પગલે આવ્યો છે. આ મુદ્દાએ ગ્રાહકોને વધુ સાવધાન રહેવા માટે પ્રોત્સાહિત કર્યા છે, જેમાં ઘણા સંભવિત હાનિકારક પદાર્થો માટે ફૂડ પેકેટનું કન્ટેન્ટ તપાસી રહ્યાં છે.

પૌષ્ટિક તત્વોવાળા ઉત્પાદનો લોકોની પહેલી પસંદ 

સર્વેમાં જાણવા મળ્યું છે કે 10 માંથી 9 લોકો પરંપરાગત નાસ્તામાં પણ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો શોધી રહ્યા છે. ખાસ કરીને, લગભગ 60 ટકા ભારતીયો હવે નટ્સ, સીડ્સ અને આખા અનાજ જેવા આરોગ્યપ્રદ સામગ્રી ધરાવતા ઉત્પાદનોને પસંદ કરી રહ્યા છે. જેમાં 

મખાના (ફોક્સનટ) અને ડ્રાય ફ્રૂટ્સ હેલ્ધી સ્નેકિંગ સેગમેન્ટમાં લોકપ્રિય પસંદગી તરીકે ઉભરી આવ્યા છે. રિપોર્ટ અનુસાર, 67 ટકા ભારતીયો આ પોષક તત્વોથી ભરપૂર વિકલ્પો પસંદ કરે છે.

ભારતમાં મખાના વિશ્વાસપાત્ર નાસ્તો

"ભારતમાં મખાનાની વધતી જતી લોકપ્રિયતા જોઈએ તો 59 ટકા લોકોએ તેને વિશ્વાસપાત્ર નાસ્તો ગણાવ્યો છે. ત્યારબાદ Gen Z (49 ટકા) અને Gen X (47 ટકા), જે તમામ ઉંમરના લોકોમાં તેની લોકપ્રિયતા દર્શાવે છે. વધુમાં, 70 ટકાથી વધુ લોકોએ જાહેર કર્યું કે નાસ્તા માટેનો તેમનો મનપસંદ સમય તેમના સાંજ સમયની ચા/કોફી સાથે હતો. 

ભારતીયો સ્વાસ્થ્ય પ્રત્યે થયા જાગૃત, 73 ટકા લોકો નાસ્તો ખરીદતાં પહેલાં મેળવે છે આ માહિતી 2 - image

Tags :
snack-purchases-reportsindiaHow-To-Buy-Healthy-Foodsnutritional-valueDry-FruitsMakhanas

Google News
Google News