ક્યારેય નથી પીધી બીડી-સિગારેટ, છતાં થઈ રહ્યું છે કેન્સર: વાળ કરતાં 100 ગણું પાતળું કણ બન્યું આફત
Lung Cancer in India: હવે ફેફસાનું કેન્સર ધુમ્રપાન કરતા લોકોને જ નહિ પરંતુ ધુમ્રપાન ન કરતા લોકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યું છે. એક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે ભારતમાં ફેફસાના કેન્સરના અડધાથી વધુ દર્દીઓ ધૂમ્રપાન નથી કરતા. એવામાં પ્રશ્ન થાય કે જે લોકો બીડી કે સિગરેટ નથી પીતા તો તેમને ફેફસાનું કેન્સર કેમ થાય છે?
એક રિપોર્ટ અનુસાર ફેફસાનું કેન્સર એ ત્રીજા નંબરનું સૌથી વધુ થતું કેન્સર છે. વર્ષ 2020માં દુનિયામાં 22 લાખથી વધુ કેન્સરના કેસ સામે આવ્યા હતા. તેમજ 18 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. ત્યારે 2020માં ભારતમાં ફેફસાના કેન્સરના 72,510 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને તે વર્ષે 66,279 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં 2020 માં કેન્સરના મૃત્યુમાંથી 7.8% ફેફસાના કેન્સરને કારણે થયા હતા.
ફેફસાના કેન્સરના ભયજનક આંકડાઓ
લેસેંટ રિપોર્ટ અનુસાર ફેફસાનું કેન્સર એ ત્રીજા નંબરનું સૌથી વધુ થતું કેન્સર છે. જે નોન સ્મોકર્સમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વર્ષ 2020માં દુનિયામાં 22 લાખથી વધુ કેન્સરના કેસ સામે આવ્યા હતા. તેમજ 18 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. ત્યારે 2020માં ભારતમાં ફેફસાના કેન્સરના 72,510 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને તે વર્ષે 66,279 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં 2020 માં કેન્સરના મૃત્યુમાંથી 7.8% ફેફસાના કેન્સરને કારણે થયા હતા.
ભારતમાં ફેફસાનું કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે. 1990માં ભારતમાં ફેફસાના કેન્સરનો દર એક લાખની વસ્તી દીઠ 6.62 હતો, જે 2019માં વધીને 7.7 થયો. એટલે કે 2019માં દર એક લાખ લોકોમાંથી 7.7 લોકો ફેફસાના કેન્સરથી પીડિત હતા. 1990 થી 2019 દરમિયાન, તે પુરુષોમાં 10.36 થી વધીને 11.16 અને સ્ત્રીઓમાં 2.68 થી વધીને 4.49 થઈ ગયું છે.
સ્મોકિંગ ન કરનારાઓ પણ ફેફસાના કેન્સરના દર્દી બની રહ્યા છે
મોટા ભાગે એવા લોકોને ફેફસાનું કેન્સર થઈ રહ્યું છે કે જેમણે કયારેય બીડી કે સિગારેટ પીધી પણ ન હોય. ભારતમાં આવા દર્દીઓની સંખ્યા 40 થી 50 ટકા તો દક્ષિણ એશિયામાં 83 ટકા મહિલા દર્દીઓ એવી છે કે જેમણે ક્યારેય ધુમ્રપાન નથી કર્યું તેમ છતાં તેઓ ફેફસાના કેન્સરથી પીડાય છે.
આ પણ વાંચો: સ્મોકિંગ છોડવા માંગો છો પણ છોડી નથી શકતા? તો આ 6 ટિપ્સ કરશે મદદ
સ્મોકિંગ ન કરતા લોકો કેવી રીતે તેનો શિકાર બને છે?
આ બાબતમાં બે કારણ મુખ્ય માનવામાં આવે છે. જેમાંથી એક છે પેસિવ સ્મોકિંગ તેમજ પ્રદુષણ. પેસિવ સ્મોકિંગ એટલે તમે ધુમ્રપાન નથી કરતા પણ તમારી આસપાસના લોકો કરે છે આથી તેના ધુમાડો તમારા શરીરમાં પ્રવેશ કરે છે, જેથી કેન્સર થાય છે. 10 માંથી 3 વ્યક્તિ પેસિવ સ્મોકિંગનો શિકાર બને છે.
જો બીજા કારણની વાત કરીએ તો આ ખાણો અને કારખાનાઓમાં કામ કરતા લોકો પણ ધુમ્રપાન ન કરતા હોવા છતાં પણ ફેફસાના કેન્સરના દર્દી બની જાય છે. આવા સ્થળોએ કામ કરવાથી હાનિકારક રસાયણો અને વાયુઓ શરીરમાં પ્રવેશ કરે છે. જે ફેફસાના કેન્સરનું કારણ બને છે.
આ સિવાય શહેરી વિસ્તારોમાં એર પોલ્યુશન એટલું વધુ છે કે જે કેન્સરને નોતરે છે. અભ્યાસ દર્શાવે છે કે હવામાં હાજર PM2.5 એટલે 2.5 માઇક્રોનનાં કણો એ સૌથી મોટું જોખમી પરિબળ છે.
માનવ વાળ કરતા 100 ગણા પાતળા આ કણ છે ખૂબ જ ખતરનાક
વાતાવરણમાં હાજર PM2.5 એક ખૂબ જ બારીક કણ છે. તે માનવ વાળ કરતા 100 ગણા પાતળા હોય છે, તેમજ તે ખૂબ જ ખતરનાક પણ માનવામાં આવે છે.
આ એટલા નાના હોય છે કે તે નાક અને મોં દ્વારા સીધા આપણા શરીરમાં પ્રવેશી શકે છે અને શરીરમાં પ્રવેશતાની સાથે જ હૃદય અને ફેફસાંને અસર કરી શકે છે. જે સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. જ્યારે હવામાં આ રજકણોનું પ્રમાણ વધે છે, ત્યારે માત્ર પ્રદૂષણ જ નહીં પરંતુ આપણું સ્વાસ્થ્ય પણ બગડે છે.
PM2.5 ફેફસાં સંબંધિત રોગોનું કારણ બની શકે છે
PM2.5 માં નાઈટ્રેટ અને સલ્ફેટ એસિડ, રસાયણો, ધાતુઓ અને ધૂળ અને માટીના કણો હોય છે. જે એટલા નાના હોય છે કે તે ફેફસામાં ઊંડે સુધી જઈ શકે છે અને ગંભીર બીમારીનું કારણ બની શકે છે. જેના કારણે હૃદય અને ફેફસાના રોગોથી પીડિત લોકોના મોત પણ થઈ શકે છે. જ્યારે, તંદુરસ્ત લોકોમાં તે હાર્ટ એટેક, અસ્થમા અને ફેફસાં સંબંધિત રોગોનું કારણ બની શકે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં એક અભ્યાસ બહાર આવ્યો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ PM2.5 છે. તેની માત્રા દિલ્હીમાં સૌથી વધુ છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે શિયાળાની ઋતુમાં ભારતની અંદરની હવા બહારની હવા કરતાં 41% વધુ પ્રદૂષિત હોય છે.
આ પણ વાંચો: ધૂમ્રપાનની આદત છે? આ રીતે છૂટી શકે સ્મોકિંગની લત, WHOએ ગાઈડલાઈન જાહેર કરી જણાવી થેરાપી