ડાયાબિટીસ છે 'સાયલન્ટ કિલર', જાણો શું છે ટાઇપ-1 ડાયાબિટીસ અને ટીનેજર્સ શા માટે છે વધુ અસરગ્રસ્ત

ડાયાબિટીસ આમ તો જીવલેણ બીમારી છે, તેમજ ઉંમર સાથે તેના લક્ષણ પણ બદલાય છે

એમા પણ દેશમાં ટાઈપ-1 ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 3-4% છે, જેમાં બાળકો અને કિશોરોનો સમાવેશ થાય છે

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
ડાયાબિટીસ છે 'સાયલન્ટ કિલર', જાણો શું છે ટાઇપ-1 ડાયાબિટીસ અને ટીનેજર્સ શા માટે છે વધુ અસરગ્રસ્ત 1 - image


Diabetes: દેશમાં ડાયાબિટીસના કુલ દર્દીઓમાં ટાઈપ-1 દર્દીઓની સંખ્યા 3-4% છે. ટાઈપ-2 ડાયાબિટીસ મુખ્યત્વે પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે, જ્યારે ટાઈપ-1 ડાયાબિટીસ બાળકો અને કિશોરોમાં જોવા મળે છે. આમાં, શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ખૂબ જ ઓછું અથવા નહિવત્ થઈ જાય છે. તેથી ઇન્સ્યુલિન ઇન્જેક્શન દ્વારા બહારથી આપવામાં આવે છે. 

ટાઇપ-1 ડાયાબિટીસનું મુખ્ય કારણ 

રોગપ્રતિકારક તેમાં જ આનુવંશિક કારણોસર શરીરનું રક્ષણ કરતા કોષ જ નુકસાન પહોંચાડવા લાગ્યા. ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના ભાઈ-બહેનોને ડાયાબિટીસ થવાનું જોખમ 5 ટકા હોય છે. પર્યાવરણીય કારણો વિશે વાત કરીએ તો, કેટલાક વાયરસ અને રાસાયણિક પદાર્થોના કારણે પણ ટાઇપ-1 ડાયાબિટીસ થઇ શકે છે. 

ગંભીર આડઅસરો

ટાઇપ-1 ડાયાબિટીસ મોટે ભાગે 14 વર્ષની આસપાસના ટીનેજરમાં જોવા મળે છે. 35 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ડાયાબિટીસના 80 ટકા  કેસ ટાઇપ-1 ડાયાબિટીસના છે. મોટાભાગના દર્દીઓ પાતળા હોય છે. આનુવંશિક ગુણધર્મો પર પર્યાવરણની પ્રતિકૂળ અસરોને કારણે, બીટા કોષોમાં ઓટોઈમ્યુનની પ્રક્રિયા શરૂ થાય છે અને બીટા કોષોના નાશને કારણે, ઇન્સ્યુલિન શરીરમાંથી નષ્ટ થવા લાગે છે.

સમયસર સારવાર જરૂરી 

જો ડાયાબિટીસના શરૂઆતના દિવસોમાં જે બીટા કોષોને થતા નુકસાનને અટકાવી શકે એવી દવા આપવામાં આવે, તો સમય રહેતા સંભવ છે કે સારવારમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આવું કરવાથી અન્ય ગંભીર આડ અસરોને પણ અટકાવી શકાય છે.

બાળકો અને પરિવાર માટે સૂચનાઓ

મોબાઈલ અને ટીવીના કારણે બાળકો ઘરની બહાર જ નથી નીકળતા. આથી માતાપિતાએ બાળકો સાથે નિયમિત ચાલવું જોઈએ. તેમજ તેમને કસરત અને રમતગમત માટે પ્રેરિત કરવા જોઈએ. આ ઉપરાંત  દુકાનો, શાળાઓ અને ઓફિસો, જ્યાં પણ શક્ય હોય ત્યાં લિફ્ટનો ઉપયોગ કરશો નહીં. સીડી ચઢવાનું રાખવું જોઈએ. જો તમે બેઠાડું જીવન જીવતા હોય તો નિયમિત કસરત કરવાનું તેમજ ચાલવાનું રાખવું હિતાવહ છે. 

વધુ પડતી સ્વચ્છતા પણ સારી નથી

વિકસિત રાષ્ટ્રોમાં, સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવાને કારણે, ચેપી રોગોમાં ઘટાડો તો થઈ રહ્યો છે, પરંતુ ઓટોઈમ્યુન રોગોમાં વધારો થયો છે. વધુ પડતી સ્વચ્છતા એલર્જી, એટોપી, ઓટોઇમ્યુન ડિસીઝ અને ટાઇપ-1 ડાયાબિટીસમાં પણ વધારો કરે છે. તેથી, બાળકોને સ્વચ્છતા પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરો પરંતુ સ્વચ્છતા પર વધુ પડતું દબાણ ન કરો.

ડાયાબિટીસ છે 'સાયલન્ટ કિલર', જાણો શું છે ટાઇપ-1 ડાયાબિટીસ અને ટીનેજર્સ શા માટે છે વધુ અસરગ્રસ્ત 2 - image


Google NewsGoogle News