Get The App

Mood Swings : મૂડ સ્વિંગ્સ ક્યારે જોખમી બની જાય છે!

Updated: Jan 24th, 2021

GS TEAM


Google News
Google News
Mood Swings : મૂડ સ્વિંગ્સ ક્યારે જોખમી બની જાય છે! 1 - image

નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2021, રવિવાર 

મૂડ સ્વિંગ્સને સામાન્ય રીતે લોકો ખૂબ જ હળવાશમાં લે છે, પરંતુ ઘણીવાર મૂડ સ્વિંગ્સ ખૂબ જ જોખમી પણ સાબિત થઇ શકે છે. ઘણીવાર મૂડ સ્વિંગ્સના કારણે કેટલાય લોકોને મનમાં આત્મહત્યા જેવા ઘાતક વિચાર પણ આવે છે. મૂડ સ્વિંગ્સ થોડાક દિવસોથી લઇને લાંબા સમયગાળા માટે પણ હોઇ શકે છે. ઘણીવાર મૂડ સ્વિંગ્સના કારણે લોકો જરૂરત કરતાં વધારે ખરીદી, લોકો સાથે કારણ વગરની મગજમારી જેવી વસ્તુઓ કરતા રહે છે. જો તમારી સાથે વર્તમાનમાં આ પ્રકારની કોઇ સમસ્યા છે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. 

મૂડ સ્વિંગ શું છે? 

આ જાણવું ખૂબ જ જરૂરી છે કે મૂડ સ્વિંગ છે શું? હકીકતમાં આ એક બાયોલૉજિકલ ડિસઑર્ડર હોય છે, જેના કારણે મગજમાં એક પ્રકારનું રાસાયણિક અસંતુલન સર્જાઇ શકે છે. મૂડ સ્વિંગ થવા પર ક્યારેક વ્યક્તિ ખૂબ જ ખુશ અને ક્યારેક ખૂબ જ ઉદાસ થઇ જાય છે. ક્યારેક ક્યારેક મૂડ સ્વિંગ થવું સામાન્ય વાત છે પરંતુ વારંવાર મૂડ બદલવાના કારણે લોહીમાં રહેલ કાર્ટિસોલ નામના સ્ટ્રેસમાં વધારો અથવા થાઇરોઇડનું અસંતુલન પણ હોઇ શકે છે. આ મહિલાઓ અને પુરુષો બંનેને કોઇ પણ ઉંમરમાં થઇ શકે છે. જાણો, કેટલીક એવી પરિસ્થિતિઓ જણાવવામાં આવી રહી છે જેનાથી તમે તેના લક્ષણોને ઓળખી શકો છો અને યોગ્ય સારવાર પણ કરી શકો છો. 

મૂડ સ્વિંગના લક્ષણ 

મૂડ સ્વિંગના લક્ષણ અલગ અલગ પરિસ્થિતિઓમાં અલગ-અલગ હોય છે. મૂડ સ્વિંગ્સ ઉપરાંત તમને પોતાનામાં કેટલાય બીજા મનોવૈજ્ઞાનિક લક્ષણ જોવા મળી શકે છે. આ લક્ષણ જોવા પર ડૉક્ટરનો સંપર્ક કરો. 

- બેચેની, ચિડચિડયાપણાનો અનુભવ થવો

- હંમેશા ઉદાસીનતાનો અનુભવ થવો

- મૂડ, વ્યવહાર અથવા વ્યક્તિત્ત્વમાં ફેરફાર

- વસ્તુઓ ભૂલવી અથવા ભ્રમની પરિસ્થિતિ

- કોઇ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીનો અનુભવ થવો

- વિચારવા, બોલવા, લખવા અથવા વાંચવામાં મુશ્કેલીનો અનુભવ થવો

- શરીરમાં ઊર્જાની અછત સર્જાવી, દર વખતે થાકનો અનુભવ થવો

- આત્મવિશ્વાસ અને કામ કરવાની ઇચ્છામાં કમી

- વધારે અથવા ઓછી ભૂખ લાગવી

- ઊંઘ ન આવવી, અનિન્દ્રાની સમસ્યા

માનસિક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ

મૂડ સ્વિંગના કારણે ઘણીવાર માનસિક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ પણ થઇ શકે છે. તેના કારણે પણ મૂડમાં ગંભીર ફેરફાર જોવા મળી શકે છે. તેને મૂડ ડિસઑર્ડર સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. તેના પણ અલગ-અલગ પ્રકાર હોય છે. 

બાઇપોલર ડિસઑર્ડર

જો તમને બાઇપોલર ડિસઑર્ડર છે તો તમે એકદમથી ખુશ અથવા એકદમથી દુખી થઇ શકો છો. પરંતુ બાઇપોલર ડિસઑર્ડરથી સંકળાયેલ મૂડ સ્વિંગ્સ સામાન્ય રીતે વર્ષમાં ક્યારેક ક્યારેક જ થાય છે. રેપિડ-સાઇકલિંગ બાઇપોલર ડિસઑર્ડરમાં પણ એવું જ થાય છે. 

સાઇક્લોથૈમિક ડિસઑર્ડર

સાઇક્લોથિમિક ડિસઑર્ડર અથવા સાઇક્લોથાઇમિયા, બાઇપોલર ડિસઑર્ડરની જેમ હોય છે. આ પણ એક હળવું, સામાન્ય મૂડ સ્વિંગ જ છે. તેમાં પણ લોકોના ઇમોશન ઉપર-નીચે થાય છે પરંતુ આ સમસ્યા બાઇપોલર ડિસઑર્ડરથી ઓછા ગંભીર છે. 

મેજર ડિપ્રેસિવ બાઇપોલર ડિસઑર્ડર

એમડીડીથી પીડિત લોકો લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહે છે. એમડીડીને ક્યારેક-ક્યારેક ક્લિનિકલ ડિપ્રેશન પણ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. 

ડિસ્ટીમિયા

ડિસ્ટીમિયા પણ ડિપ્રેશનનો એક પ્રકાર છે પરંતુ તેમાં ગંભીર સમસ્યા થાય છે. તેને હવે ક્રોનિક ડિપ્રેસિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે જે ડિપ્રેશનનું એક ગંભીર સ્વરૂપ છે. 

પર્સનાલિટી ડિસઑર્ડર 

પર્સનાલિટી ડિસઑર્ડર ક્યારેક ક્યારેક ખૂબ જ જોખમી સાબિત થઇ જાય છે. તેમાં ઓછા સમયમાં ઝડપથી મૂડ સ્વિંગ્સ થાય છે. 

વિઘટનકારી મૂડ ડિસરેગ્યુલેશન ડિસઓર્ડર (Disruptive mood dysregulation disorder, DMDD)

DMDDની અસર સામાન્ય રીતે માત્ર બાળકોમાં જ જોવા મળે છે. તેનાથી પીડિત વધતી ઉંમરે બાળકનો વિકાસ ઘણો ધીમો થાય છે. આ સાથે જ આ બાળકો જરૂરત કરવા વધારે ચિડચિડયા બની જાય છે. 

હૉર્મોનલ ફેરફાર 

વધતી ઉંમર અને હૉર્મોનમાં ફેરફારના કારણે પણ મૂડ સ્વિંગ થઇ શકે છે. યૂથ્સ અને મહિલાઓ જે ગર્ભવતી છે અથવા મેનોપૉઝમાંથી પસાર થઇ રહી છે તે પોતાના શરીરના વિકાસના આ તબક્કામાં સંકળાયેલા હૉર્મોનલ પરિવર્તનોના કારણે મૂડ સ્વિંગ્સનો અનુભવ કરે છે. ઘણીવાર તેના કારણે એન્ગ્ઝાયટી પણ થઇ જાય છે. 

મૂડ સ્વિંગથી બચાવ 

નિષ્ણાંતનું કહેવું છે કે આ એક પ્રકારનું બાયોલોજિકલ ડિસઑર્ડર છે જેનાથી છૂટકારો મેળવવા માટે વ્યક્તિને પરિવાર અને મિત્રો વગેરેની જરૂર પડે છે. આ ઉપાયોને અજમાવીને તમે મૂડ સ્વિંગથી બચી શકો છો. 

- સારી ઊંઘ લો

- નકારાત્મકતાથી બચો

- ખૂબ જ પાણી પીઓ

- કસરત કરો

- તાજી હવા દરરોજ લો 

- હેલ્ધી ડાયેટ લો

- રૂટીન લાઇફસ્ટાઇલ રાખો

- મ્યુઝીક સાંભળો

- ઘરનું વાતાવરણ સુગંધિત રાખો

Tags :