કેરળમાં એક મહિનામાં 2505 ગાલપચોળિયાંના કેસ નોંધાયા, સરકાર થઈ એલર્ટ

ગાલપચોળિયાંના વધતા કેસના કારણે કેરળમાં તણાવ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
કેરળમાં એક મહિનામાં 2505 ગાલપચોળિયાંના કેસ નોંધાયા, સરકાર થઈ એલર્ટ 1 - image


Mumps Symptoms: કેરળ રાજ્યમાં ગાલપચોળિયાંના કેસમાં અચાનક થયેલા વધારાએ પરિસ્થિતિને ચિંતાજનક બનાવી દીધી છે. એક દિવસમાં 190 થી વધુ કેસ જોવા મળી રહ્યા છે અને એક મહિનામાં 2505 કેસ નોંધાયા છે. વાસ્તવમાં, આ રોગ એક વાયરલ ચેપ છે, જે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને તેના મોટાભાગના કેસો મલપ્પુરમ જિલ્લા અને બાકીના ઉત્તર કેરળમાંથી નોંધાયા છે, પરંતુ ગાલપચોળિયાંનું નામ સાંભળતા જ પ્રશ્ન થાય કે આ કયો રોગ છે, જેમાં શરીરના અમુક અંગો પ્રભાવિત થઈ રહ્યા છે. તો ચાલો જાણીએ તેના વિશે..

ગાલપચોળિયાં શું છે?

ગાલપચોળિયાં એ પેરામિક્સોવિરિડે નામના વાયુજન્ય વાઇરસને કારણે ગળામાં ચેપ લાગે છે, જે મુખ્યત્વે લાળ ગ્રંથીઓને અસર કરે છે અને ગળામાં સોજો અને દુખાવો થાય છે. તે એક સંક્રમિત દર્દીથી બીજામાં ફેલાઈ શકે છે.

ગાલપચોળિયાંના લક્ષણો

આ રોગમાં, બેથી ચાર અઠવાડિયામાં લક્ષણો દેખાય છે, જેમાં હળવો તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને થાક અનુભવી શકે છે. તેનો મુખ્ય સંકેત આપણા ગળામાં રહેલી ગ્રંથિઓ સાથે છે. જો કે આ સામાન્ય રીતે નાના બાળકોમાં જોવા મળે છે, આ ચેપ પુખ્ત વયના લોકોમાં પણ થઈ શકે છે. જેમાં નીચેના લક્ષણો જોવા મળે છે...

- લાળ ગ્રંથીઓમાં સોજો આવવો જે ચહેરા, જડબા અને કાનની નજીક દેખાય 

- તાવ આવવો

- માથાનો દુખાવો

- કાનમાં દુખાવો

- સ્નાયુમાં દુખાવો અને થાક

- ભૂખ ન લાગવી

જ્યારે તમને ગાલપચોળિયા હોય ત્યારે શું કરવું

- ગાલપચોળિયાંના લક્ષણો દેખાય કે તરત જ ડૉક્ટરની સલાહ લો

- શક્ય તેટલું પ્રવાહી પીવો

- મીઠું અને ગરમ પાણીથી કોગળા કરો

- ખૂબ ધીમેથી ખાઓ

- ખાટી વસ્તુઓ ખાવાનું ટાળો

ગાલપચોળિયાંની સારવાર

આ રોગની કોઈ ચોક્કસ સારવાર નથી અને મોટાભાગના કેસો થોડા અઠવાડિયામાં સાજા થઈ જાય છે, પરંતુ સાવચેત રહેવાની સાથે સાથે નિવારણ પણ મહત્વપૂર્ણ છે. આ માટે, ચોક્કસપણે MMR (મીઝલ્સ-મમ્પ્સ-રુબેલા (MMR) રસી મુકાવો. ખાસ કરીને નાના બાળકોને આ રસી અપાવવી જોઈએ. 

કેરળમાં એક મહિનામાં 2505 ગાલપચોળિયાંના કેસ નોંધાયા, સરકાર થઈ એલર્ટ 2 - image


Google NewsGoogle News