ICMRનું ચોંકાવનારું સંશોધન, નોકરી કરતા લોકોમાં કેન્સરનો ખતરો સતત વધી રહ્યો છે
45 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં મેટાબોલિક સિન્ડ્રોમ હોય, તો 65 વર્ષની ઉંમરે કેન્સરનું જોખમ બમણું થઈ જાય
Higher risk of cancer in job employees: આજના સમયમાં યુવાનોમાં માનસિક તણાવ સામાન્ય છે. એવામાં પણ નોકરી કરતા યુવાનોમાં તનાવ વધુ જોવા મળે છે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે નોકરી કરતા લોકોમાં પણ કેન્સરનો ખતરો વધી રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દિલ્હીએ તેના અભ્યાસમાં એક તૃતીયાંશ કર્મચારીઓ મેટાબોલિક સિન્ડ્રોમથી પીડિત હોવાનું જણાવ્યું છે. સૌથી પહેલા તો એ જાણીએ કે મેટાબોલિક સિન્ડ્રોમ શું છે?
મેટાબોલિક સિન્ડ્રોમ શું છે?
મેટાબોલિક સિન્ડ્રોમ એ કોઈ રોગ નથી. પરંતુ 5 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળતી આ એક એવી સ્થિતિ છે કે જયારે તેઓ 65 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં કેન્સરનું જોખમ બમણું કરી દે છે, એટલે કે આ એક પ્રકારની એવી સ્થિતિ છે જે શરીરમાં જોગનું જોખમ વધારી દે છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા અને અનિયંત્રિત કોલેસ્ટ્રોલની સ્થિતિને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તેમજ તે હૃદયની બીમારીઓ ઉપરાંત કેન્સર અને સ્ટ્રોક જેવા રોગોનું જોખમ પણ દર્શાવે છે.
ICMR એ આ રીતે કર્યો અભ્યાસ
ICMR હેઠળની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશને ત્રણ મોટી આઈટી કંપનીઓમાં કામ કરતા 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો પર આ અભ્યાસ હાથ ધર્યો હતો. આ તપાસમાં સામે આવ્યું છે કે દરેક સેકન્ડ કર્મચારીનું વજન વધારે છે અથવા તો તે સંપૂર્ણ મેદસ્વી છે. 10માંથી 6 કર્મચારીઓમાં હૃદય સંબંધિત રોગોનું જોખમ વધારતા એચડીએલ (કોલેસ્ટ્રોલ)નું પ્રમાણ ઊંચું જોવા મળ્યું હતું. આ અભ્યાસમાં 44.2% કર્મચારીઓનું વજન વધુ હતું, તો 16.85% મેદસ્વી હતા. આ ઉપરાંત 3.89 ટકાને ડાયાબિટીસ તો 64.93 ટકાને કોલેસ્ટ્રોલ સ્તર વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
ખોરાક અને વાતાવરણ અને વાતાવરણ જવાબદાર
આ અભ્યાસ મુજબ, યુવાનો મોટાભાગે આઈટી અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (બીપીઓ) જેવા ક્ષેત્રોમાં નોકરી કરે છે, પરંતુ કાર્યસ્થળોનું ખોરાક અને વાતાવરણ તેમને મેદસ્વી બનાવે છે. આ અભ્યાસનો સમાવેશ તબીબી જર્નલ MDPIમાં કરવામાં આવ્યો છે.