Get The App

શક્કરિયાની તાસીર ઠંડી હોય છે કે ગરમ? જાણીલો તેને ખાવાનો સાચો સમય

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
શક્કરિયાની તાસીર ઠંડી હોય છે કે ગરમ? જાણીલો તેને ખાવાનો સાચો સમય 1 - image


Sweet Potato Cold or Hot : ઠંડીની સિઝનમાં આવતાં જ કેટલીક વસ્તુઓનો વપરાશ ઝડપથી વધવા લાગે છે. આમાંથી એક શક્કરિયા છે, કેટલાક લોકો તેને શેકીને ખાય છે, તો કેટલાક તેને બાફીને ખાતા હોય છે. તેની ગણતરી ફળો અને શાકભાજી બંનેમાં થાય છે. શિયાળાની ઋતુમાં આ ખૂબ જ વેચાય છે.

શક્કરિયા ખાવામાં  ખૂબ જ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે આપણા શરીર માટે સારા છે. શક્કરિયાને કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબરનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે, જેના કારણે લોકો બટાકાની જગ્યાએ શક્કરિયા ખાવાની ભલામણ કરે છે. તેમાં વિટામિન A સારી માત્રામાં જોવા મળે છે. તો તેના ફાઇબર મેટાબોલિઝ્મને ઝડપી બનાવવામાં પણ મદદ કરે છે, તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા તત્વો પણ હોય છે. જો કે, વારંવાર પ્રશ્ન ઊભો થાય છે કે તેની અસર ઠંડી છે કે ગરમ? ચાલો જાણીએ શક્કરિયા ખાવાની સાચી રીત અને તે ઠંડા કે ગરમ? 

આ પણ વાંચો : 30 વર્ષના થઈ ગયા બાદ દરરોજ આ વસ્તુ ખાઓ, ઘડપણના નિશાન દેખાશે જ નહીં!

શક્કરિયા ઠંડા કે ગરમ છે?

આપણામાંના મોટાભાગના લોકોને શક્કરીયા પસંદ આવે છે અને ખાતા હોય છે. જો કે, તેની અસર ગરમ છે કે ઠંડી તે અંગે લોકો ઘણીવાર મૂંઝવણમાં રહે છે. તો તમને જણાવી દઈએ કે, શક્કરિયાની તાસીર ગરમ હોય છે. તેથી તે શિયાળામાં વધુ ખાવા જોઈએ. તેમાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, અને ફ્લૂ જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય તે શરીરને ગરમી પણ આપે છે.

આ સમસ્યાઓમાં તે ફાયદાકારક છે શક્કરિયા

રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત કરે છે

શિયાળામાં શક્કરિયાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શક્કરિયા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેમાં વિટામિન સી ભરપુર માત્રામાં રહેલું છે.

પાચન સુધારવા માટે 

ફાઈબરથી ભરપૂર શક્કરિયા ખાવાથી પાચનક્રિયા સુધરે છે. જો તમે તમારો ખોરાક પચાવી શકતા નથી, તો તમારે તેને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ.

સરળતાથી વજન ઘટાડવા માટે 

શિયાળામાં લોકો કસરત કરવામાં ખૂબ જ આળસુ હોય છે. આવી સ્થિતિમાં વજન ખૂબ જ ઝડપથી વધે છે. તેથી તમારા આહારમાં શક્કરિયાનો સમાવેશ કરો. ફાઈબરથી ભરપૂર આ ફળ ખાવાથી તમને જલ્દી ભૂખ લાગશે નહીં અને તમે વધારે ખાવાથી બચી જશો.

આ પણ વાંચો : 2025 માટે કર્મચારીઓને તૈયાર રહેવા કહ્યું Sundar Pichaiએ: માર્કેટમાં ટકી રહેવા કમરકસી રહ્યું છે Google

ક્યારે શક્કરિયાનું સેવન ન કરવું જોઈએ

કેટલાક લોકો ગમે ત્યારે શક્કરિયાનું સેવન કરે છે, પરંતુ આમ કરવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આપણે રાત્રે શક્કરિયા ખાવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો તમે મેદસ્વી છો અથવા ડાયાબિટીસથી પીડિત હોવ. શક્કરિયા ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરે 12 થી 3 વાગ્યા સુધીનો માનવામાં આવે છે. તમે શક્કરીયાને ઘણી રીતે ખાઈ શકો છો, જેમ કે ઉકાળીને, બાફીને અથવા શેકીને ખાઈ શકો છો. શિયાળામાં તેને સૂપ તરીકે પણ લઈ શકાય છે.


Google NewsGoogle News