Get The App

IRDAIએ આરોગ્ય વીમાના નિયમોમાં કર્યા ફેરફાર, હવે 65 વર્ષ પછીયે લઈ શકશે મેડિક્લેમ

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
IRDAIએ આરોગ્ય વીમાના નિયમોમાં કર્યા ફેરફાર, હવે 65 વર્ષ પછીયે લઈ શકશે મેડિક્લેમ 1 - image
Image  Envato 

Health Insurance New Rule: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ પહેલી એપ્રિલ, 2024થી આરોગ્ય વીમા પોલિસી ખરીદવા પરની વય મર્યાદા હટાવી દીધી છે. આ પહેલા વ્યક્તિઓને 65 વર્ષની ઉંમર સુધી જ નવી વીમા પોલિસી ખરીદવાની છૂટ હતી. જો કે,  હવે પહેલી એપ્રિલ, 2024થી નવા ફેરફારો અમલમાં આવી જશે. એટલે કે હવે કોઈપણ ઉંમરનો વ્યક્તિ નવો આરોગ્ય વીમો ખરીદી શકશે. ઈરડાના એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, વીમા કંપનીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ તમામ વય જૂથો માટે આરોગ્ય વીમો ઓફર કરે છે.

વીમા પોલિસી હશે

વીમા નિયામક સંસ્થા દ્વારા આ પગલાં ભરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં એક વધુ સમાવિષ્ટ આરોગ્ય સંભાળ તંત્ર બનાવવા અને વીમા કંપનીઓને તેમની પ્રોડક્ટમાં વૈવિધ્ય લાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ઈરડાએ આરોગ્ય વીમા કંપનીઓને વરિષ્ઠ નાગરિકો જેવા વિશિષ્ટ  જમસંખ્યા માટે અનુરૂપ નીતિઓ ઓફર કરવી અને તેમના દાવાઓ અને ફરિયાદોનો સામનો કરવા માટે સમર્પિત ચેનલ સ્થાપિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

હવે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ

એક ઉદ્યોગ નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, આ એક આવકારદાયક ફેરફાર છે, કારણ કે તે હવે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટેનો માર્ગ ખોલી આપ્યો છે. વીમાદાતાઓ તેમના બોર્ડ દ્વારા મંજૂર અંડરરાઈટિંગ દિશાનિર્દેશોના આધારે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને આવરી શકે છે.

કેન્સર-એઈડ્સ ધરાવતા લોકો પણ લઈ શકશે પોલિસી

હાલમાં જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પછી, વીમા કંપનીઓને હવે કેન્સર, હાર્ટ અને એડ્સ જેવી ગંભીર પરિસ્થિતિવાળી વ્યક્તિઓને પોલિસી આપવા પર ઈનકાર નહીં કરી શકે. આ નોટિફિકેશન મુજબ ઈરડાએ કહ્યું છે કે આ અગાઉથી નિદાન થયું હોય તેવા રોગ માટે સ્વાસ્થ્ય વીમાની રાહ જોવાનો સમયગાળો 48 મહિનાથી ઘટાડીને 36 મહિના કરી દેવામાં આવી છે. વીમા નિયમનકાર મુજબ તમામ આ પહેલા અસ્તિત્વમાં રહેલી શરતોને 36 મહિના પછી આવરી લેવી જોઈએ. પછી ભલેને પોલિસીધારકે શરૂઆતમાં તેનો ખુલાસો જાહેર કર્યા હોય કે નહીં.


Google NewsGoogle News