આરોગ્ય ક્ષેત્રે ભારતની સિદ્ધી : એક વર્ષમાં ચાર દુર્લભ બીમારીઓ માટે તૈયાર કરી દવા, સારવાર ખર્ચ 100 ગણો ઘટ્યો
ટાયરોસેમિયા ટાઇપ-1ની સારવાર માટેનો વાર્ષિક ખર્ચ 2.2 થી 6.5 કરોડ રૂપિયા હતો જે ઘટીને 2.5 લાખ રૂપિયા થયો
આ એક એવો રોગ છે જે બાળકોમાં થાય છે અને જો તેની સારવાર ન કરવામાં આવે તો બાળક લગભગ 10 વર્ષની ઉંમર સુધીમાં મૃત્યુ પામે છે
India develop medicines for four rare diseases: ટાયરોસેમિયા ટાઇપ-1ની સારવાર માટેનો વાર્ષિક ખર્ચ 2.2 થી 6.5 કરોડ રૂપિયા હતો જે ઘટીને 2.5 લાખ રૂપિયા થયો છે. જે બાળકોમાં જોવા મળતી બીમારી છે અને તો તેની સારવાર ન કરવામાં આવે તો બાળક લગભગ 10 વર્ષની ઉંમર સુધીમાં મૃત્યુ પામે છે. અન્ય ત્રણ દુર્લભ રોગોમાં ગૌચરનો સમાવેશ થાય છે, જે લીવરનું વિસ્તરણ અને હાડકામાં દુખાવાનું કારણ બને છે. ગૌચરની સારવારમાં દર વર્ષે 1.8 થી 3.6 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો, પરંતુ હવે આ ખર્ચ ઘટીને 3.6 લાખ રૂપિયા થઈ ગયો છે.
દુર્લભ રોગ વિલ્સનની સારવારના ખર્ચમાં પણ ઘટાડો
એવો એક દુર્લભ રોગ વિલ્સન છે, જે યકૃતમાં આયર્નના સંચય અને અન્ય માનસિક લક્ષણોને કારણે થાય છે. ટ્રિનટીન કેપ્સ્યુલ્સ વડે તેની સારવાર પાછળ વાર્ષિક રૂ. 2.2 કરોડનો ખર્ચ થતો હતો, જે ઘટીને હવે રૂ. 2.2 લાખ થઈ ગયો છે. જ્યારે પહેલા ડ્રાવેટ અથવા લેનોક્સની સારવારનો ખર્ચ વાર્ષિક 7 થી 34 લાખ રૂપિયા હતો, પરંતુ હવે તેની સારવારનો ખર્ચ 1.5 લાખ રૂપિયા થઈ ગયો છે.
13 દુર્લભ રોગોની દવાઓમાંથી 4ની દવાઓ વિકસાવવામાં આવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં 8.4 કરોડથી 10 કરોડ દર્દીઓ દુર્લભ રોગોથી પીડાય છે. તેમાંથી 80 ટકા આનુવંશિક છે, જેના માટે સારવાર લેવી ખુબ જ જરૂરી છે. એક વર્ષ પહેલા, બાયોફોર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, લૌરસ લેબ્સ લિમિટેડ, MSN ફાર્માસ્યુટિકલ અને એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિક્સ જેવી કંપનીઓએ 13 દુર્લભ રોગોની દવાઓ પર કામ કરવાનું શરૂ કર્યું. તેમાંથી ચારની સારવાર માટે દવાઓ વિકસાવવામાં આવી છે, જ્યારે બાકીના રોગોની દવાઓ ટૂંક સમયમાં વિકસિત થવાની અપેક્ષા છે.