Get The App

Artificial Food Colors: કઈ ખાદ્ય ચીજોમાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ થાય છે? બાળકો માટે છે ખૂબ જોખમી

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Artificial Food Colors: કઈ ખાદ્ય ચીજોમાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ થાય છે? બાળકો માટે છે ખૂબ જોખમી 1 - image


Image: Freepik

Artificial Food Colors: આજકાલ આપણી ખાણીપીણીમાં ખૂબ પરિવર્તન થઈ રહ્યું છે. ખાવાની ઘણી રંગબેરંગી વસ્તુઓ આપણને આકર્ષિત કરે છે. આપણે પણ તેનું સેવન કરીએ છીએ, વિચાર્યા વિના કે તેની આરોગ્ય પર શું અસર થઈ શકે છે. દરરોજના જીવનમાં ઘણા રંગબેરંગી ફૂડ્સનો ઉપયોગ વધી ગયો છે. જેમાં ઘણા પ્રકારના આર્ટિફિશિયલ કલર્સ ભેળવવામાં આવે છે. જેની આપણા આરોગ્ય પર જોખમી અસર પડે છે.

આ સ્લો પોઈઝનની જેમ આપણી બોડી પર પોતાની અસર છોડે છે. બાળકોને પસંદ આવનારી ટોફિ, જેલી, જેમ્સ જેવી વસ્તુઓમાં પણ આ કલર્સનો ખૂબ ઉપયોગ થાય છે, જે તેમના આરોગ્ય માટે હાનિકારક છે.

આર્ટિફિશિયલ ફૂડ કલર્સની સાઈડ ઈફેક્ટ્સ

1. કેન્સરનું જોખમ

આર્ટિફિશિયલ ફૂડ કલર જ્યારે વધુ પ્રમાણમાં આપણા શરીરમાં પહોંચે છે તો કેન્સરનું જોખમ વધે છે. આર્ટિફિશિયલ ફૂડ કલર્સ બનાવવામાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે, તેમાં બેંજીન એટલે કે કાર્સિનોજેન હોય છે. જે ખૂબ જોખમી હોય છે. આ ફૂડ કલરમાં ઘણા કેમિકલ્સ પણ મિક્સ કરવામાં આવે છે, જે ઘણી ઘાતક બીમારીઓનું કારણ બની શકે છે. ઘણા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે વધુ સમય સુધી આર્ટિફિશિયલ ફૂડ કલરનું સેવન કેન્સરનું જોખમ પેદા કરે છે.

2. એલર્જી વધી શકે છે

આર્ટિફિશિયલ ફૂડ કલર્સનું વધુ સેવન કરવાથી બાળકોને એલર્જી પણ થઈ શકે છે. તેનાથી શ્વાસ ફૂલવાની સમસ્યા, પેટનો દુખાવો, ખેંચાણ, સ્કિન રેશેજ, સોજો થઈ શકે છે. બાળકોમાં આનાથી ઘણી અન્ય મુશ્કેલી વધી શકે છે.

3. માનસિક સમસ્યા

જો તમે કે તમારું બાળક તે વસ્તુઓનું વધુ સેવન કરો છો જેમાં આર્ટિફિશિયલ ફૂડ કલરનો ઉપયોગ થયો છે તો માનસિક બીમારી અટેન્શન ડેફિસિટ હાઈપરએક્ટિવિટી ડિસઓર્ડર પણ થઈ શકે છે. આ બીમારીના કારણે એકાગ્રતાની ઉણપ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. દરમિયાન આ ફૂડને પોતાનાથી અને બાળકોથી દૂર રાખવું જોઈએ.

આ ફૂડમાં આર્ટિફિશિયલ કલર્સનો ઉપયોગ થાય છે

અનાજ

કેન્ડી, ચિપ્સ, ચ્યૂઈંગ ગમ

અથાણું, રેડીમેડ જ્યૂસ

મીઠું દહીં

એનર્જી બાર

ઓટમીલ, પોપકોર્ન, વ્હાઈટ બ્રેડ

સલાડ ડ્રેસિંગ, વેનીલા આઈસક્રીમ

બાલસેમિક વિનેગર

કોલા અને રેડિમેડ ડ્રિન્ક્સ

આ વસ્તુઓમાં આર્ટિફિશિયલ કલર્સનો ઉપયોગ થતો નથી

દૂધ, સાદું દહીં, પનીર, ઈંડા

સ્વાદ વિનાના બદામ, કાજુ, અખરોટ, સૂરજમુખીના બીજ

તમામ તાજા ફળ અને શાકભાજી

ઓટ, બ્રાઉન રાઈસ, ક્વિનોઆ, જવ જેવા અનાજ

કાળા કઠોળ, ચણા, નેવી બીન્સ, મસૂર, રાજમા


Google NewsGoogle News