Get The App

વજન ઘટાડવું હોય તો ખાઓ આ સસ્તી વસ્તુ, શરીરમાંથી ચરબી થઇ જશે ફટાફટ 'ગાયબ'!

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
વજન ઘટાડવું હોય તો ખાઓ આ સસ્તી વસ્તુ, શરીરમાંથી ચરબી થઇ જશે ફટાફટ 'ગાયબ'! 1 - image


Use Corn for Weight loss : મકાઈ હંમેશા ભારતીય ખોરાકનો એક ભાગ રહી છે. આજે પણ મકાઈ આપણા આહારમાં સામેલ છે. પોપ કોર્ન હોય, કોર્ન ફ્લેક્સ હોય કે પછી શેકેલી મકાઈ હોય, લોકો મકાઈ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. મકાઈમાં ફાયબર, વિવિધ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે. તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક અને કોપર પણ રહેલા છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો : કોવિડ-19ને કારણે હાર્ટ એટેકનું જોખમ વધ્યું, સંશોધનમાં થયો ચોકાવનારો ખુલાસો

બ્લડ સુગર કંન્ટ્રોલ

મકાઈ ફાયબરનો ઉત્તમ સ્ત્રોત છે, અને તેને ખાવાથી બ્લડ સુગર લેવલ અચાનક વધતું નથી. મકાઈ તમે શેકીને અથવા બાફીને ખાઈ શકો છો.

વજન ઘટાડવામાં મદદરુપ 

જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો, તો તમને મકાઈ મદદરુપ થશે. તેના માટે તમારા આહારમાં મકાઈનો સમાવેશ કરો. મકાઈ ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી વધારાની કેલરી લેવાનું ઓછું બને છે. મકાઈનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.

મજબૂત ઇમ્યુનિટી

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે મકાઈનું સેવન કરો. તે વિટામિન સીનો મહત્ત્વપૂર્ણ સ્રોત છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

હૃદયને પાવરફુલ બનાવે છે

મકાઈમાં હાજર ફાયબર અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, અને હૃદયને મજબૂત બનાવે છે. મકાઈ ખાવાથી લોહીનું લિપિડ પ્રોફાઇલ બરાબર રહે છે.

આ પણ વાંચો : ભીંડા સાથે ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

આંખો સ્વસ્થ રહે છે

મકાઈમાં Lutein અને Zeaxanthin નામના બે એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે આપણી આંખોને સ્વસ્થ રાખે છે. આ ઉંમર સંબંધિત થતી આંખોની સમસ્યાઓને અટકાવે છે, અને મોતિયાનું જોખમ પણ ઘટાડે છે.


Google NewsGoogle News