100 વર્ષ જીવવું છે તો આજથી જ આ વસ્તુ ખાવાનું શરૂ કરી દો, વૈજ્ઞાનિક અભ્યાસમાં તારણ
Image: Freepik
Healthy Diet: આમ તો આયુષ્ય વધારવાની કોઈ જાદુઈ દવા કે ટોનિક તો નથી પરંતુ તમે વેજિટેરિયન ડાયટ અપનાવીને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મેળવી શકો છો. એક નવી સ્ટડી અનુસાર શાકાહારી આહાર (વેજિટેરિયન ડાયટ)થી બાયોલોજિકલ ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી શકાય છે. વેજિટેરિયન ડાયટ દ્વારા ડીએનએમાં થનારા ફેરફારોને ઓછા કરી શકાય છે. આ અંગે 21 જુડવા યુવાનો પર અભ્યાસ થયો છે, જેને જર્નલ બાયોમેડિકલ સેન્ટ્રલ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
અભ્યાસ કેવી રીતે થયો
અમેરિકાની એક રિસર્ચ ટીમે શોર્ટ-ટર્મ વેજિટેરિયન ડાયટની અસરોનો અભ્યાસ કર્યો. આ માટે તેમણે દરેક જોડીમાંથી એક જુડવાને આઠ અઠવાડિયા સુધી નોન વેજિટેરિયન ડાયટ આપ્યું, જ્યારે બીજાને શાકાહારી.
લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે શાકાહારી
શાકાહારી ડીએનએ પર ખોરાકના અસરોની સ્ટડી કરવા પર જાણવા મળ્યું કે માંસાહારી ખોરાક ખાનારમાં ડીએનએ મેથિલેશન વધું થયું. આ પ્રક્રિયામાં સમયની સાથે જીન એક્સપ્રેશન ખરાબ થતું જાય છે. આને એપિજેનેટિક એજિંગ કહેવાય છે. શાકાહારી ખોરાક લેનારમાં હાર્ટ, લીવર જેવા અંગોની સાથે-સાથે મેટાબોલિક અને ઈન્ફ્લેમેટરી સિસ્ટમમાં આ પ્રક્રિયા ઓછી જોવા મળી.
હાર્ટ અને લિવર સ્વસ્થ રહે છે
આઠ અઠવાડિયા બાદ સંશોધનકર્તાઓએ જાણ્યું કે શાકાહારી આહાર લેનારના હાર્ટ, લીવર, ઈન્ફ્લેમેટરી અને મેટાબોલિક સિસ્ટમ હેલ્ધી બની રહે છે. માંસાહારી આહાર ખાનારમાં આ ફેરફાર જોવા મળ્યું નહીં. લેખકોએ ચેતવણી આપી કે આ ફેરફારોને કેટલું તેમના ખોરાક સાથે જોડી શકાય છે, એ સ્પષ્ટ નથી.
અહીં પબ્લિશ થયો અભ્યાસ
એજિંગની સ્ટડી પર આધારિત આ ટ્વીન્સ ન્યૂટ્રિશન સ્ટડીના ડેટાને જર્નલ બાયોમેડિકલ સેન્ટ્રલ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યા. લેખકોનું કહેવું છે કે વધુ વસતી પર ફોલો-અપ સ્ટડી બાદ જ આ સ્ટડીના પરિણામોની શ્રેષ્ઠ વ્યાખ્યા કરવામાં આવી શકે છે.
વજન પણ ઘટે છે
સ્ટડી માટે એક ચિંતા કરનારી વાત એ પણ રહી કે શાકાહારી ભોજન લેનારે સરેરાશ બે કિલો વધુ વજન ઘટાડ્યું, જ્યારે માંસાહારી ભોજન લેનારનું વજન વધ્યું. વજન ઓછો હોવાથી પણ એપિજેનેટિક એજિંગ ઘટે છે. આ સિવાય લેખકોએ એ પણ નિષ્કર્ષ કાઢ્યો કે શાકાહારી ભોજનથી કેલેરીનું સેવન ઓછું થાય છે.