રાત્રે ઓશીકું લઈને સૂવાની ટેવ હોય તો આજે જ ચેતજો! થઈ શકે છે આ પાંચ નુકસાન
Sleeping Without a Pillow at Night: ઓશીકાનો ઉપયોગ સૂતી વખતે માથા અને ગરદનને સપોર્ટ કરવા માટે કરવામાં આવતો હોય છે. પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે, ઓશીકું લીધા વગર સૂવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ વધુ ફાયદાકારક છે. અહીં આવા 5 ફાયદા વિશે વાત કરવામાં આવી છે.
ગરદન અને પીઠના સ્નાયુઓ પર દબાણ ઓછું થાય છે
ઓશીકું લીધા વગર સૂવાથી કરોડરજ્જુ અને ગરદનને કોઈ નુકસાન થતું નથી. તે ઊંઘની સ્થિતિને સુધારે છે જેથી કરીને ગરદન અને પીઠના સ્નાયુઓ પર દબાણ ઓછું થાય છે અને કરોડરજ્જુમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા રહેતી નથી.
ગરદન અને માથાનું અલાઇનમેન્ટ બરાબર રહે છે
ઓશીકાનો ઉપયોગ કરવાથી માથું અને ગરદન સામાન્ય રીતે ઊંચું રહે છે, જેના કારણે સ્નાયુઓમાં તણાવ અને માથાનો દુખાવો થાય છે. ઓશીકા વગર સૂવાથી ગરદન અને માથાનું અલાઇનમેન્ટ બરાબર રહે છે, જેથી કરીને માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યામાં રાહત મળે છે.
ચહેરામાં બ્લડ સર્ક્યુલેશન બરોબર રીતે થાય છે
ઓશીકું રાખીને સૂવાથી ચામડી પર દબાણ આવે છે, જેના કારણે ખીલ અને કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. તો, ઓશિકા વિના સૂવાથી ચહેરામાં બ્લડ સર્ક્યુલેશન બરોબર રીતે થાય છે. જેના કારણે ચામડી ચમકતી રહે છે અને વૃદ્ધત્વની અસર ઓછી દેખાય છે.
ઊંઘને કોઈ ખલેલ પહોંચતી નથી
ઓશીકાનો ઉપયોગ કર્યા વગર સૂવાથી કરવટ બદલવામાં પણ સરળતા રહે છે, જેથી કરીને ઊંઘને કોઈ ખલેલ પહોંચતી નથી. તેની સાથે સાથે વ્યક્તિ લાંબા સમય સુધી આરામથી સૂઈ શકે છે.
શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી
નસકોરાની સમસ્યાથી પીડાતા લોકો માટે ઓશીકા વગર સૂવું ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. જેના કારણે શ્વાસનળી ખુલ્લી રહે છે, અને શ્વાસ લેવામાં કોઈ તકલીફ રહેતી નથી.