5 ફુટની હાઈટમાં 80 કિલો વજન પાર કરી ગયા છો, આ શાકભાજીનો રસ ખાલી પેટ સેવન કરો, 1 મહિનામાં થઈ જશો ફીટ
આપણે ખાવાના નામે પેટમાં માત્ર ઠોસીએ છીએ જેના કારણે આપણી બોડીમાં ચરબી જામ થતી રહે છે
ખીરાના જ્યુસમાં કેટલાય ગુણો રહેલા છે જે વજન ઘટાડવા માટે મદદરુપ થઈ શકે છે
Iamge Freepic |
તા. 26 સપ્ટેમ્બર 2023, મંગળવાર
આજકાલ અમારુ ખાન પાન અને લાઈફ સ્ટાઈલ (Life style) એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે તેના કારણે આપણા શરીરનું બેલેન્સ સતત બગડી રહ્યુ છે. મુખ્યત્વે આપણા ખોરાક તેલવાળા તેમજ બજારમાં મળતા જંકફુડ (Junk food)નું સેવન અને પ્રોટીનની કમીના કારણે આપણું શરીર ઝડપથી વધી રહ્યુ છે. આપણે ખાવાના નામે પેટમાં માત્ર ઠોસીએ છીએ જેના કારણે આપણી બોડીમાં ચરબી જામ થતી રહે છે. અને ધીરે ધીરે તેના કારણે શરીરમાં અનેક બીમારીઓ જેવી કે હાઈ કોલેસ્ટ્રોલ (Cholesterol), હૃદયરોગ (heart disease)ની બીમારી, કીડની (kidney), ફેફસાં ( lung), ડાયાબિટીસ (diabetes) અને બ્લડપ્રેશર (blood pressure) જેવા રોગો ઘર કરી જાય છે.
વધતા જતા શરીરને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલા ખાવા પર અમુક ચીજોનો કંટ્રોલ કરવો જરુરી છે. તેમજ ભૂખને શાંત કરવા માટે લિક્વિટ ફુડ્સ પર ધ્યાન આપવું પડશે. લિક્વિટ ફુડમાં એવા ફુટ્સ હોવા જોઈએ જેમા ખાંડ ના હોય અને પાણીની માત્રા વધારે હોય.
શરીરને વજન ઓછુ કરવા માટે શાકભાજીનો જ્યુસ સૌથી અસરકારક માનવામાં આવે છે. કેટલીક શાકભાજી એટલી અસરકારક હોય છે કે જેનું સેવન કરવાથી સરળતાથી વજનને કંટ઼્રોલ કરી શકાય છે. નિષ્ણાતો પ્રમાણે આ શાકભાજીનો જ્યુસ પીવાથા બોડી હાઈડ્રેટ રહે છે અને વજન પણ ઓછુ થાય છે. જેમા આ શાકભાજીનો રસ પીવાથી વજન ઘટશે.
ખીરાનો જ્યુસનું સેવન કરવાથી ઘટશે વજન
ખીરાના જ્યુસમાં કેટલાય ગુણો રહેલા છે જે વજન ઘટાડવા માટે મદદરુપ થઈ શકે છે. ખીરાના જ્યુસમાં કેલોરીની માત્રા ખૂબ ઓછી હોય છે અને પાણીની માત્રા વધારે હોય છે. રોજ તમે રોટલીનું સેવન ઓછુ કરીને સવારે ખાલી પેટ આ જ્યુસનું સેવન કરવાથી બોડીમાં કેલેરી વધશે અને બોડી હાઈડ્રેટ રહેશે.
બીટનો રસ
બીટ એક એવી કંદમુળ છે જેમા કાર્બોહાઈડ્રેટ,, પ્રોટીન, ફેટ અને ડાઈટરી ફાઈબર, વિટામિન સી, વિટામિન બી-6, રાઈબોફ્લેવિન અને થાયમિન જેવા વિટામિન રહેલા છે જે બોડીને હેલ્દી રાખે છે. રોજ સવારે એક ગ્લાસ બીટનો રસ પીવાથી લાંબા સમય સુધી ભૂખ નહી લાગે અને વજન પણ કંટ્રોલમાં આવી જશે.
કારેલાનો રસ
કારેલા એક એવી શાકભાજી છે જે સ્વાદમાં કડવી છે પરંતુ ગુણમાં સૌથી આગળ છે. તેનો રસ પીવાથી બોડી ડિટોક્સ થાય છે અને વજનમાં ઘટાડો થાય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે.
દુધીનો રસ
દુધી એક એવી શાકભાજી છે કે લબભગ આખુ વર્ષ મળતી રહે છે. દુધીના રસનું સેવન કરવાથી વજન સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. તેમા ફાઈબરની માત્રા ભરપુર હોવાથી તે ભૂખને કંટ્રોલ કરે છે.