Get The App

શિયાળામાં હુંફાળું પાણી પીવાની ટેવ હોય તો આવી ભૂલ નહીં કરતાં, નહીં તો શરીરને થશે નુકસાન

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
શિયાળામાં હુંફાળું પાણી પીવાની ટેવ હોય તો આવી ભૂલ નહીં કરતાં, નહીં તો શરીરને થશે નુકસાન 1 - image


Image: Freepik

Warm Water Benefit: શિયાળામાં હુંફાળું પાણી પીવું તમારી હેલ્થ માટે ખૂબ લાભદાયી હોઈ શકે છે પરંતુ અમુક ભૂલ કરવાથી બચવું જોઈએ કેમ કે ઘણી વખત આપણે હુંફાળું પાણી તો એ વિચારીને પીએ છીએ કે આ હેલ્થ માટે લાભદાયી છે પરંતુ ઘણી વખત આ આપણા આરોગ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. તેથી હુંફાળું પાણી પીતાં પહેલાં  તે પીવાની રીત અને યોગ્ય સમયની પણ ખબર હોવી જરૂરી છે.

ખૂબ ગરમ પાણી ન પીવો

અમુક લોકો શિયાળામાં એ ભૂલ કરે છે કે તે હુંફાળું પાણીના નામે પાણીને ઉકાળીને પીવે છે. ઉકાળવા પર તો પાણી સંપૂર્ણરીતે ગરમ થઈ જાય છે. આવું કરવાથી તમારે બચવું જોઈએ કેમ કે ખૂબ ગરમ પાણી પીવું તમારી કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ તમારા શરીરમાં શુષ્કતા પેદા કરી શકે છે. હુંફાળું પાણી પીવા માટે વધુ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો કેમ કે તેનાથી મોઢા અને ગળામાં બળતરા થઈ શકે છે.

ઓછું પાણી પીવું

શિયાળામાં હુંફાળું પાણી પીતી વખતે ઓછું પાણી પીવાથી બચવું કેમ કે તેનાથી શરીરમાં પાણીની અછત થઈ શકે છે. જ્યારે લોકો હુંફાળું પાણી પીવે છે તો તે ઓછું પાણી પીવા લાગે છે. આવું તો બિલકુલ પણ કરવું જોઈએ નહીં. જ્યારે તમે ઓછું પાણી પીવો છો તો તેનાથી તમારા શરીરમાં પાણીની અછત થઈ શકે છે.

પાણીની ગુણવત્તા

હુંફાળું પાણી પીતી વખતે પાણીની ગુણવત્તાનું ધ્યાન રાખો કેમ કે ખરાબ પાણી પીવાથી આરોગ્યની સમસ્યાઓ થઈ શકે છે. આ ખૂબ મહત્ત્વનું છે. ઘણી વખત તમે જે પાણી ઉકાળીને પીવો છો તેની ગુણવત્તા ખૂબ જોખમી હોય છે. આ પાણી તમને ગંભીર રીતે બીમાર પણ કરી શકે છે.

આ પણ વાંચો: રાત્રે ઓશીકું લઈને સૂવાની ટેવ હોય તો આજે જ ચેતજો! થઈ શકે છે આ 5 નુકસાન

વધુ ખાંડ કે મધ

હુંફાળું પાણી પીતી વખતે વધુ ખાંડ કે મધનો ઉપયોગ ન કરો કેમ કે તેનાથી શરીરમાં શુગરનું પ્રમાણ વધી શકે છે. ઘણા લોકો હુંફાળા પાણીને કેટલમાં ઉકાળતાં ઘણા પ્રમાણમાં મધ કે ખાંડ નાખી શકે છે. પછી તેને આખો દિવસ પીવે છે. ધ્યાનમાં રહે કે મધ અને ખાંડનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય.

પાણી પીવાનો સમય

હુંફાળું પાણી પીતી વખતે પાણી પીવાના સમયનું ધ્યાન રાખો કેમ કે રાત્રે આ પાણી પીવાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે.

શિયાળામાં હુંફાળું પાણી પીવાના ફાયદા

શરીરને ગરમી

હુંફાળું પાણી પીવાથી શરીરને ગરમી મળે છે જે શિયાળામાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તમારો બ્લડ ફ્લો પણ હુંફાળા પાણીથી ખૂબ સારો રહે છે.

પાચનતંત્ર મજબૂત થાય છે

હુંફાળું પાણી પીવાથી પાચન તંત્રને મજબૂતી મળે છે, જે ભોજનને પચાવવામાં મદદ કરે છે. આ સાથે જ તમારું પેટ પણ હુંફાળા પાણીથી સાફ થાય છે.

ત્વચાની સારસંભાળ

હુંફાળું પાણી પીવાથી ત્વચાને ભેજ મળે છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. હુંફાળું પાણી તમારા ચહેરાની ચમકને જાળવી રાખે છે. આ રીતે શિયાળામાં હુંફાળું પાણી પીવું આરોગ્ય માટે ખૂબ લાભદાયી થઈ શકે છે પરંતુ અમુક ભૂલો કરવાથી બચવું જોઈએ. 


Google NewsGoogle News