ડાયાબિટીસ... જો આ લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટર પાસે પહોંચી જાવ, નહીં તો બનશો બિમારીનો ભોગ
WHO ના કહેવા પ્રમાણે આશરે 42.2 કરોડથી વધારે લોકો ડાયાબિટીસના રોગથી પીડાઈ રહ્યા છે
Image Envato |
તા. 6 ડિસેમ્બર 2023, બુધવાર
ડાયાબિટીસ એક એવી બીમારી છે કે, જે શરીરમાં કેટલીક ઘાતક બીમારીઓ શરીરમાં પેદા કરે છે. WHO ના કહેવા પ્રમાણે આશરે 42.2 કરોડથી વધારે લોકો ડાયાબિટીસના રોગથી પીડાઈ રહ્યા છે. તેના કારણે આશરે 15 લાખથી વધારે લોકોનું દર વર્ષે મૃત્યુ થાય છે. ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે ભોજનમાંથી કાર્બોહાઈડ્રેડ અથવા સુગરને શરીર પચાવવામાં કે શોષવામાં અસમર્થ હોય.
હકીકતમાં સુગરને શોષવા માટે ઈંસુલિન હોર્મોનની જરુર હોય છે. ઈન્સુલિન જ્યારે બનવાનું ઓછુ થઈ જાય ત્યારે સુગર લોહીમાં તરતુ રહે છે અને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. જે બાકીના અંગો પર નુકસાન પહોચાડે છે, કારણ કે શરીરનો જરૂરી પ્રવાહી કિડનીમાં ફિલ્ટર થઈને પેશાબ દ્વારા બહાર આવતા હોવાથી શરીરના મોટાભાગના રોગોના ચિહ્નો પેશાબમાં જોવા મળે છે. ડાયાબિટીસમાં પણ આવું જ થઈ શકે છે.
પેશાબનો રંગ આછો વાદળી પ્રકારનો હોય તો...
ડોક્ટરોના કહેવા પ્રમાણે જ્યારે કોઈને ડાયાબિટીસ હોય તો સુગરની માત્રા વધારે હોવાના કારણે તેના અવશેષ પેશાબના રસ્તે બહાર આવે છે. તેના કારણે પેશાબનો રંગ આછો વાદળી રંગનો થાય છે. આવુ ત્યારે જ થાય છે જ્યારે સુગરની માત્રા લોહીમાં મોટી માત્રામાં વધી જાય છે. જો કે પેશાબનો રંગ બદલાવામાં બીજા અન્ય કારણો પણ હોઈ શકે છે.
પેશાબનો રંગ કેમ થઈ જાય છે વાદળછાયો..
ડાયાબિટીસ એક ક્રોનિક બીમારી છે. હકીકતમાં કિડની લોહીમાંથી જરૂરી અને સારી વસ્તુઓને ફિલ્ટર કરીને બાકીની વસ્તુઓને બહાર ફેંકી દે છે. પરંતુ ડાયાબિટીસના મામલે જ્યારે સુગરનું પ્રમાણ વધવા લાગે છે, ત્યારે તે સંપૂર્ણપણે ફિલ્ટર થતું નથી, અને તે પેશાબ દ્વારા બહાર નિકળવા લાગે છે. ત્યાર બાદ પેશાબનો રંગ એવો થઈ જાય છે જેમ કે ખુબ વધારે સુગરને પાણીમાં ઘોળ્યા બાદ થઈ જાય છે તેવો થઈ જાય છે. આ કારણથી પેશાબનો રંગ વાદળછાયો થઈ જાય છે.
ડાયાબિટીસના લક્ષણો
1. પેશાબમાંથી ખરાબ સ્મેલ આવવી
2. વારંવાર પેશાબ કરવા જવુ પડવું
3. થોડુ કામ કરતા જ વધારે થાક લાગવો કે કમજોરી આવવી
4. ભુખ વધારે પ્રમાણમાં લાગવી
5. ગળ્યુ ખાવાનું મન થવુ.
6. ઈન્ફેક્શન થવાના કિસ્સામાં જલ્દી ઠીક ન થવું.
7. હાથ અને પગમાં ઝણઝણાટી આવવી