અકાળે સફેદ વાળની ​​સમસ્યાથી છો પરેશાન, આ પોષક તત્વોનો ઉપયોગ કરો, વાળ થશે કાળા અને મજબૂત

મુખ્યત્વે અસતુલિત અને પોષકતત્વોથી ભરપુર આહારની કમીના કારણે વાળની સમસ્યા બનતી હોય છે

કેટલીક ખરાબ આદતોના કારણે ઉંમર પહેલા વાળ સફેદ થઈ જાય છે.

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
અકાળે સફેદ વાળની ​​સમસ્યાથી છો પરેશાન, આ પોષક તત્વોનો ઉપયોગ કરો, વાળ થશે કાળા અને મજબૂત 1 - image
Image Freepic 

તા. 26 સપ્ટેમ્બર 2023, મંગળવાર 

શું તમારા વાળ (Hair) માત્ર 20 વર્ષની ઉંમરમાં સફેદ (white) થવાના શરુ થઈ ગયા છે. અને ધીરે ધીરે વાળ સફેદ થવાની સમસ્યા વધી રહી છે. નાની ઉંમરમાં સફેદ વાળની સમસ્યા થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. 

જેમા મુખ્યત્વે અસતુલિત અને પોષકતત્વો (Nutritious)થી ભરપુર આહારની કમીના કારણે તેમજ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ દવાનો વધારે પડતો ઉપયોગ કરવાથી, તો કેટલીક ખરાબ આદતોના કારણે ઉંમર પહેલા વાળ સફેદ થઈ જાય છે. પરંતુ તેની જાળવણી કરવી આપણા હાથમાં છે અને તેના માટે અમે આ માહિતી તમારા માટે લાવ્યા છીએ. 

ઉંમર પહેલા સફેદ વાળની સમસ્યા દુર કરવા માટેના જરુરી પોષક તત્વો

1 કોપર (Copper)

કોપર મેલેનિનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે અને તે સાથે વાળના પ્રાકૃતિક રંગને જાળવી રાખે છે. આ પોષકતત્વો મેળવવા માટે રોજ રાત્રે ત્રાંબાના લોટામાં પાણી ભરી મુકી રાખવું વહેલી સવારે આ પાણી પી જવું. રોજ 300 ML જેટલુ પાણીનું સેવન કરો. 

2.વિટામિન બી 6(Vitamin B6)

આ વિટામિન મેલાનિન બનાવતી કોશિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેને મેળવવા માટે તમારે ફળોને કાપીને તેના પર એક ચમચી સુરજમુખીના બીજ નાખી તેને મિક્સ કરીને સેવન કરી શકો છો. 

3. વિટામિન બી 5 (Vitamin B5)

આ વિટામિન વાળના રોમને સ્વસ્થ રાખે અને વાળને સફેદ થવાની પ્રક્રિયાને ધીમી કરકવામાં મદદ કરે છે. આના માટે તમે રોજ ડાયટમાં રાજમાનો સમાવેશ કરો. તમે બાફેલા રાજમાને કેટલીક કાચી શાકભાજી સાથે મિક્સ કરીને સલાડ તરીકે પણ ખાઈ શકો છો. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News