શિયાળામાં પગની હીલ્સમાં તિરાડની સમસ્યા, જાણો તેનાથી તાત્કાલિક છુટકારો મેળવવાના ઉપાય

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
શિયાળામાં પગની હીલ્સમાં તિરાડની સમસ્યા, જાણો તેનાથી તાત્કાલિક છુટકારો મેળવવાના ઉપાય 1 - image

Image:FreePik 

નવી મુંબઇ,તા. 4 ડિસેમ્બર 2023, સોમવાર  

શિયાળામા સ્કિન શુષ્ક અને નિસ્તેજ થઇ જવાની સમસ્યા દરેકને થાય છે. મોટાભાગના લોકો ચહેરા માટે ઘણી પ્રોડક્ટ્સ લાવે છે અને તેનું ધ્યાન રાખે છે. સ્કિન સુકાઈ જવી, પગની એડી ફાટવી કે હોઠ ફાટવા એ શિયાળાના મુખ્ય પ્રોબ્લેમ છે. આજે જાણીશું કે હાથપગને મેનિક્યોર-પેડિક્યોર કર્યા વિના કેવી રીતે સાચવી શકાય. 

શિયાળામાં પગની એડિ ના ફાટે તે માટે ફૂટ સ્ક્રબનો ઉપયોગ કરો. આનાથી પગની ડેડ સ્કિન રીમૂવ થાય છે. એ પછી એડી પર ક્રિમ લગાવી દો અને મોજા પહેરો. આ પ્રક્રિયા ત્યાં સુધી કરો જ્યાં સુધી પગ સ્મૂધ ના થઇ જાય. 

પોષક તત્વોનું સેવન કરો

જો તમે શરીરની બહાર દેખાતી આ સમસ્યાને દૂર કરવા માંગો છો, તો સૌથી પહેલા તમારે વિટામિન A, B, C અને E ધરાવતી વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને તમારા આહારમાં કેલ્શિયમ અને આયર્નનો પણ સમાવેશ કરવો જોઈએ.

શિયાળામાં પગની હીલ્સમાં તિરાડની સમસ્યા, જાણો તેનાથી તાત્કાલિક છુટકારો મેળવવાના ઉપાય 2 - image

એલોવેરા જેલ લગાવો

તમારા પગને થોડા સમય માટે હૂંફાળા પાણીમાં રાખો, પછી તેને ટુવાલથી લૂછી લો અને તે સુકાઈ ગયા પછી તેના પર તાજા એલોવેરાના પાનમાંથી જેલ લગાવો અને મોજાં પહેરો. સવારે તમારા પગને સામાન્ય પાણીથી ધોઈ લો. તેની અસર ટૂંક સમયમાં જોવા મળશે.

સ્ક્રબ કરો

તિરાડથી છુટકારો મેળવવા માટે, તમારા પગને થોડો સમય સહન કરી શકાય તેવા પાણીમાં રાખ્યા પછી તેને સ્ક્રબ કરો. આમ કરવાથી ડેડ સ્કિન નીકળી જશે અને પછી તેના પર પેટ્રોલિયમ જેલી લગાવો.

નાળિયેર તેલ લગાવો

રાત્રે તમારી ફાટી ગયેલી એડિઓને નારિયેળ તેલથી માલિશ કરો અને મોજાં પહેરીને સૂઈ જાઓ. સવારે ફરક જોવા મળશે. એડિઓથી છુટકારો મેળવવાનો આ સૌથી સરળ રસ્તો છે.

મોઇશ્ચરાઇઝ કરો

એડિઓનેહંમેશા મોઇશ્ચરાઇઝ કરવું મહત્વપૂર્ણ છે. જો તમે દરરોજ મોઇશ્ચરાઇઝ કરો છો, તો તમારી હીલ્સ ફાટશે નહીં. ફાટી ગયેલી એડિઓનથી છુટકારો મેળવવાનો આ એક ઉપાય છે. 


Google NewsGoogle News