Get The App

ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય તો સવારે ખાલી પેટ ખાઓ રસોડાની આ વસ્તુ, થશે જોરદાર ફાયદો

Updated: Oct 20th, 2024

GS TEAM


Google News
Google News
ડાયાબિટીસ કંટ્રોલ કરવો હોય તો સવારે ખાલી પેટ ખાઓ રસોડાની આ વસ્તુ, થશે જોરદાર ફાયદો 1 - image


Fenugreek Seeds for Diabetes Control : હાલમાં ફાસ્ટ લાઈફમાં દરેક લોકો કોઈને કોઈ રોગનો સામનો કરી રહ્યા હોય છે. તેમા ડાયાબિટીસ એ લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી ખૂબ જ ગંભીર બીમારી છે, આ રોગ દેશ અને વિશ્વભરમાં મહામારીની જેમ ફેલાઈ રહ્યો છે. જો તમે આ રોગથી  છુટકારો મેળવવા માંગતા હોવ તો, તમારી લાઈફ સ્ટાઈલમાં સુધારો કરીને જ આ રોગને નિયંત્રિત લાવી શકો છો. આ ઉપરાંત તમારા આહારમાં સુધારો તેમજ નિયમિત કસરત કરીને રોગથી છુટકારો મેળવી શકો છો. 

ડાયાબિટીસના રોગીઓએ દવાઓ ઉપરાંત કેટલાક ઘરેલું ઉપચાર અજમાવીને પણ નિયંત્રણમાં લાવી શકો છો. ડાયાબિટીસના દર્દીઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. આ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. ચાલો જાણીએ કે મેથીના દાણા ડાયાબિટીસમાં કેવી રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ. 

આ પણ વાંચો: રાજસ્થાનની ચોંકાવનારી ઘટના, નશીલા પેંડા ખવડાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ, સાધુ પર આરોપ

ડાયાબિટીસમાં મેથીના દાણા લાભકારક 

ડાયાબિટીસથી પીડિત લોકો માટે મેથીનું સેવન ફાયદાકારક છે. મેથીમાં ફાઇબર્સ રહેલું છે, જે પાચન અને શરીર દ્વારા કાર્બોહાઇડ્રેટ્સ અને શુગરના શોષણને ધીમું કરે છે. ઇન્ટરનેશનલ જર્નલ ફોર વિટામિન એન્ડ ન્યુટ્રિશન રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દરરોજ 10 ગ્રામ મેથીના દાણાને ગરમ પાણીમાં પલાળીને પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવામાં મદદ મળે છે. મેથીના દાણાના પાણીમાં ડાયાબિટીસથી પીડિત લોકોમાં બ્લડ સુગર ઘટાડવાની ક્ષમતા રહેલી હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી ઈન્સ્યુલિનમાં સુધારો થાય છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેના માટે રાત્રે મેથીના દાણાને એક બાઉલ પાણીમાં આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે તેને ખાલી પેટે ખાઈ જાઓ. 

મેથીનું સેવન કેવી રીતે કરવું?

રાત્રે અડધી ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. અને આ પાણીને સવારે ખાલી પેટ પીવો અને મેથીના દાણા ચાવીને ખાઈ જાવ. જો તમે મેથીના દાણાનું સેવન કરી શકતા નથી તો તમે મેથીના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: ગુજરાતમાં ટીબી ઘાતક બન્યો, ચાલુ વર્ષે 1.11 લાખ કેસથી ખળભળાટ, દરરોજ સરેરાશ 380 દર્દી

આ સમસ્યાઓમાં પણ અસરકારક

મેથીનું સેવન મોટાપામાં પણ ફાયદાકારક છે, જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે, તો તમારા આહારમાં મેથીનો સમાવેશ કરો. મેથીનું પાણી પીવાથી વજન ઘટે છે. તેનાથી પેટ ભરેલું રહે છે અને કેલરીની માત્રા ઓછી થાય છે. મેથીનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે, જે હૃદયની તંદુરસ્તીમાં સુધારો લાવે છે.

Tags :