ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં લખેલ OD-BD-TDS નો અર્થ શુ થાય છે? દરેક લોકોએ તેની માહિતી હોવી જોઈએ, જાણો વિવિધ કોડવર્ડ
લેટિનમાં 'BID'એટલે બિસ ઈન ડાઈનો મતલબ થાય છે દિવસમાં બે વાર. ડોક્ટર માત્ર BID લખતા હોય છે
Image Envato |
તા. 15 એપ્રિલ 2023, સોમવાર
દરેક લોકો ક્યારેકને ક્યારેક તો બીમાર પડ્યા હશે, જેમા ઘણા લોકો નાની મોટી બીમારીમાં મેડીકલમાંથી દવા ખરીદી લેતા હોય છે. પરંતુ ક્યારેક વધારે તકલીફ થાય તો ડોક્ટર પાસે જવુ પડતુ હોય છે. પરંતુ ખરેખર તો નાની મોટી બીમારીમાં ડોક્ટરની સલાહ લેવી જરુરી છે. આપણા બધામાથી ઘણા લોકો ડોક્ટર પાસે ગયા હશે પરંતુ ડોક્ટરે જે લખી આપે છે તેના આપણે વધુ ધ્યાન આપતા નથી કારણે એ આપણો વિષય ન હોવાથી નથી જોતા. જેમા ડોક્ટર દર્દીની યોગ્ય રીતે તપાસ કરી તેને તેના પ્રિસ્ક્રિપ્શનમાં તેની દવા વિશે કોડવર્ડમાં લખતા હોય છે. જો કે ડોક્ટરની કોશિશ હોય છે કે દર્દી દવાના ડોઝને બરાબર સમજે પરંતુ ડોક્ટરની આ ભાષા સમજવી ઘણી અઘરી હોય છે. જેમ કે તેમા BID અને BD જેવા શબ્દો લખતા હોય છે આનો અર્થ શુ થાય તે મોટાભાગના લોકોને ખબર નથી હોતી. પરંતુ આજે આપણે આવા કોડવર્ડ જાણીએ.
લેટિનમાં 'BID'એટલે બિસ ઈન ડાઈનો મતલબ થાય છે દિવસમાં બે વાર. ડોક્ટર માત્ર BID લખતા હોય છે
વાસ્તવમાં દવાની આગળ ખોરાક સંબંધિત જે કોડ લખવામાં આવે છે તે મોટાભાગે લેટિન ભાષામાં લખવામાં આવેલા હોય છે. અને તેને શોર્ટફોર્મમાં લખવામાં આવતા હોય છે. એટલે કે BID નો લેટિનનુ ફુલફોર્મ છે, 'bis in die'બિસ ઈન ડાઈ. લેટિનમાં બિસ ઈન ડાઈનો મતલબ થાય છે દિવસમાં બે વાર. ડોક્ટર માત્ર BID લખી કામ ચલાવે છે. ખોરાક સંબંધિત કોડ દરેક વ્યક્તિએ જાણવા જરુરી છે.
શરુઆતનાં કોર્ડવર્ડને સમજો
ડોક્ટર્સ સૌથી પહેલા Rx લખતા હોય છે. લેટિનમાં Rx નો મતલબ પ્રિસક્રિપ્શન સાથે હોય છે. પ્રિસક્રિપ્શન એટલે કે તમને તપાસ કર્યા પછી સલાહ આપવામાં આવે છે કે બીમારી નાબુદ કરવા માટે દવાઓ, તેની પરેજી અને સલાહ માનો. તેના આગળના નંબરથી દવાનું નામ લખવામાં આવે છે. તેની આગળ ફરીથી નીચેના ભાગે દવાઓ કેટલા પ્રમાણમાં લેવી જોઈએ તેના વિશે કહ્યુ હોય છે. અને તેના માટે કોડ લખલામાં આવતુ હોય છે. જાણો તમે આને કેવી રીતે સમજશો.
1. BID અથવા BD - (bis in die) "દિવસમાં બે વાર" - એટલે દિવસમાં બે વાર.
2. TID-TDS-(ter in die) “દિવસમાં ત્રણ વખત” એટલે દિવસમાં ત્રણ વખત.
3. QD- (quaque die) એટલે કે આ રોજ લેવાની છે.
4. OD- (ii Bis in die) દિવસમાં એકવાર
5. SOS-(Si Opus Sit.) જો જરૂરી હોય તો જ લેવી, ઈમરજન્સી સ્થિતિમાં.
6. HS (hora somni) (હોરા સોમની) “સૂવાના સમયે”.
7. BBF- (Before break fast) (બ્રેક ફાસ્ટ કરતા પહેલા) તે અંગ્રેજી શબ્દ પરથી લેવામાં આવ્યો છે.
8. PC-(post cibum) (પોસ્ટ સીબુમ) એટલે ભોજન કર્યા પછી
9. Ac (ante cibum) (એન્ટે સીબુમ) નો અર્થ થાય છે, ભોજન કર્યા પહેલા
10. q3h (quaque 3 hora) એટલે દર ત્રણ કલાકે.
11. qid (quater in die)(ક્વાર્ટર ઈન ડાઈ) નો અર્થ દિવસમાં ચાર વખત થાય છે.
12. po (per os) નો અર્થ મોં દ્વારા ખાવાની એવો અર્થ થાય છે.
13. od (oculus dexter)(ઓક્યુલસ ડેક્સ્ટર) નો અર્થ થાય છે જમણી આંખ
14. os (oculus sinister) (ઓક્યુલસ સિનિસ્ટર) નો અર્થ થાય છે ડાબી આંખ