આ લીલા રંગની શાકભાજીમાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો, સ્વાદ જ નહીં આરોગ્ય માટે પણ છે શાનદાર
Image: Wikipedia
Okra Benefits: લીલા શાકભાજીમાં ગણાતાં ભીંડા સ્વાસ્થ્યનો ખજાનો કહેવાય છે. ભીંડા આરોગ્યને સુધારે છે અને ઘણા પ્રકારની બિમારીઓથી બચાવે છે.
ભીંડાને સામાન્ય રીતે ઓકરા પણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને લેડીઝ ફિંગર કહેવાય છે. ભીંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને આમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ પણ હોય છે. ભીંડામાં કેલ્શિયમ પણ હોય છે અને આમાં શાનદાર એન્ટી ઓબેસિટી ગુણ હોય છે.
ભીંડાને શુગર કંટ્રોલ કરવાના મામલે લાભદાયી માનવામાં આવે છે. આમાં રહેલા યુજેનોલ બોડીમાં ઇન્સ્યુલિન પ્રતિકાર ઝડપી કરે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. તેથી શુગરના દર્દીઓ માટે ભીંડા ખાવા લાભદાયી માનવામાં આવે છે.
ભીંડામાં રહેલું ફાઈબર વજન ઘટાડવામાં મદદ કરે છે. આના એન્ટી ઓબેસિટી ગુણ વજનને ઘટાડવામાં મદદ કરે છે અને આનાથી પાચનની પ્રોસેસ પણ સારી થાય છે. ભીંડા ખાવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે. એટલું જ નહીં કમજોર ઈમ્યૂન સિસ્ટમના કારણે જે લોકો વારંવાર બિમાર પડે છે, તેમણે ભીંડાનું સેવન કરવું જોઈએ કેમ કે આના સેવનથી શરીર સિઝનેબલ બિમારીઓનો સામનો કરવા માટે મજબૂત બને છે.
ભીંડામાં રહેલા બીટા કેરોટીન આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેનાથી આંખોની રોશની વધે છે અને ઉનાળામાં થતી આંખોની સમસ્યાઓ જેમ કે આંખોની બળતરા, આંખ આવવી અને આંખોમાંથી પાણી વહેવું વગેરે પરેશાનીઓ દૂર થઈ જાય છે.
ભીંડા તમારા હૃદયના આરોગ્યને સારું બનાવવામાં મદદ કરે છે. આમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ્સ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં ભીંડામાં રહેલા પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે જેનાથી હૃદય સંબંધિત જોખમ ઘટે છે.