Get The App

હર્બાલાઇફ ઇન્ડિયાએ અધિકૃત ઉત્પાદનો અંગેની માહિતી અને તેને ખરીદવા માટે તેની સત્તાવાર ચેનલની જાહેરાત કરી

હાલમાં જ જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કંપનીએ ભારતમાં આવેલા હર્બાલાઇફના અધિકૃત સ્વતંત્ર સહયોગીઓ પાસેથી તેના અધિકૃત ઉત્પાદનો ખરીદવા પર ભાર મૂક્યો

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
હર્બાલાઇફ ઇન્ડિયાએ અધિકૃત ઉત્પાદનો અંગેની માહિતી અને તેને ખરીદવા માટે તેની સત્તાવાર ચેનલની જાહેરાત કરી 1 - image


અગ્રણી ન્યુટ્રિશન અને વેલનેસ કંપની હર્બાલાઇફે તેના ગ્રાહકોને તેના ઉત્પાદનોના બિનઅધિકૃત રીતે થઈ રહેલા વેચાણ અને ગેરમાર્ગે દોરનારી માહિતીના સતત વધી રહેલા પડકાર અંગે ચેતવ્યાં છે. કંપનીએ ફરીથી ભારપૂર્વક જણાવ્યું છે કે, હર્બાલાઇફના અસલી ઉત્પાદનો ખરીદવાનો એકમાત્ર અધિકૃત રસ્તો તેના સ્વતંત્ર સહયોગીઓનું નેટવર્ક છે.

હર્બાલાઇફના ઉત્પાદનો ભારતમાં અને અન્ય 94 દેશોમાં તેના સ્વતંત્ર સહયોગીઓના નેટવર્ક મારફતે જ ઉપલબ્ધ થાય છે. તેના ડાયરેક્ટ-સેલિંગ મોડલ મારફતે હર્બાલાઇફનો હેતુ ગ્રાહકોને વિજ્ઞાન પર આધારિત ઉત્પાદનો તથા વેલનેસના તેમના તમામ લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ થવા સ્વતંત્ર સહયોગીઓના નેટવર્ક પાસેથી પર્સનલાઇઝ્ડ સપોર્ટ પૂરો પાડવાનો છે.

હર્બાલાઇફ ઇન્ડિયાએ અધિકૃત ઉત્પાદનો અંગેની માહિતી અને તેને ખરીદવા માટે તેની સત્તાવાર ચેનલની જાહેરાત કરી 2 - image

હર્બાલાઇફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હર્બાલાઇફના સ્વતંત્ર સહયોગી’ હોવાનો ઉલ્લેખ કરનારી કે હર્બાલાઇફનું સરનામું દર્શાવનારી કે દેખાવમાં હર્બાલાઇફની વેબસાઇટને અદ્દલ સરખી દેખાતી કે ભ્રામક રીતે સમાન હોય તેવી  બિનઅધિકૃત વેબસાઇટ્સ પર રહેલી માહિતી કે વેચાતા ઉત્પાદનોથી ચેતવાની સલાહ આપવામાં આવે છે. કંપની તેના ગ્રાહકોને બિનઅધિકૃત ટ્રેનિંગ, સેવાઓ તથા હર્બાલાઇફ અને તેના ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી માહિતી અંગે ચેતવી રહી છે. હર્બાલાઇફ ઇન્ડિયા અન્ય ઈ-કૉમર્સ ચેનલો/વેબસાઇટ્સ પર રજૂ કરવામાં આવેલી માહિતીની સચોટતા કે વેચાતા ઉત્પાદનોની અધિકૃતતાની કોઈ જવાબદારી સ્વીકારતી નથી.’

કંપની વિશે

હર્બાલાઇફ (એનવાયએસઈઃ એચએલએફ) એ એક પ્રમુખ હેલ્થ અને વેલનેસ કંપની અને કમ્યુનિટી છે, જે વર્ષ 1980થી ઉત્કૃષ્ટ પૌષ્ટિક ઉત્પાદનો અને તેના સ્વતંત્ર વિતરકોને બિઝનેસની તકો પૂરી પાડીને અનેક લોકોના જીવનને બદલી રહી છે. આ કંપની ઉદ્યોગસાહસિક વિતરકો મારફતે 95 માર્કેટોમાં વિજ્ઞાન પર આધારિત ઉત્પાદનો પૂરાં પાડી રહી છે. કંપનીના વિતરકો ગ્રાહકોને વ્યક્તિગત કૉચિંગ પણ આપે છે અને સહાયક કમ્યુનિટી તેના ગ્રાહકોને વધુ તંદુરસ્ત, વધુ સક્રિય જીવનશૈલી જીવવા માટે પ્રેરિત કરે છે.


Google NewsGoogle News