ગરમીને કારણે પણ થાય છે એલર્જી, જાણો ગરમીના ચેપના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો
Infection from Heat Waves: આમ તો સમગ્ર દેશમાં ગરમીથી લોકો બેહાલ છે. પરંતુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હાલ ગરમીનો પ્રકોપ વધુ છે. એમાં પણ હીટ વેવના કારણે શરીરમાં ઘણા એલર્જી અને ફંગલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ વધી ગઈ છે. એવામાં આકરા તાપ અને ઉનાળાની ગરમીમાં ઘણા પ્રકારની એલર્જી થઈ શકે છે.
આવા વાતવરણમાં કેવી બીમારી થઈ શકે છે?
ગળામાં ઈન્ફેક્શન
આવી સીઝનમાં ગળામાં ઈન્ફેક્શનની સમસ્યા રહે છે. કારણ કે જ્યારે તડકાના કારણે શરીર ગરમ થાય છે અને તડકાથી પાછા ફરીને પાણી પીવાથી ગળામાં ઇન્ફેકશન થઈ શકે છે. સામાન્ય શરદી-ખાંસી, મોનોન્યુક્લિયોસિસ જેવા વાયરસ હોઈ શકે છે. આ એવો ફલૂ કે શરદી-ખાંસી છે જે સામાન્ય રીતે જાતે જ મટી જાય છે.
બેક્ટેરિયલ ઈન્ફેક્શન
ગળામાં બેક્ટેરિયાના કારણે સ્ટ્રેપ્ટોકોકસ પ્યોજેન્સ અથવા ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસથી પણ ઈન્ફેક્શન લાગી શકે છે.
ફંગલ ઈન્ફેક્શન
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય છે. તેઓને ઓરલ થ્રશ કે કેન્ડીડા જેવા ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે.
એલર્જીક ઈન્ફેક્શન
ક્યારેક એલર્જીના કારણે ગળામાં બળતરા અને ચેપ જેવા ગંભીર લક્ષણો દેખાય છે. જેમાં વારંવાર છીંક આવવી, નાક વહેવું, આંખોમાં ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આંખમાં ઈન્ફેક્શન
ઉનાળામાં આંખોની કાળજી લેવી વધુ જરૂર બની જાય છે. આકરા સૂર્યપ્રકાશના સતત સંપર્કથી આંખોમાં બળતરા અને પાણી આવી શકે છે. તેમજ ધૂળને કારણે ખંજવાળ અથવા બળતરા અને પોપચા પર સોજો સાથે દુખાવો થાય છે. આંખના ચેપના કિસ્સામાં, સ્વચ્છતાની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ સિવાય ગરમી વધવાથી બ્લડ પ્રેશર ઘટે છે.
આવી રીતે કરવો બચાવ
એવામાં ગરમીથી બચવા માટે વધુ પ્રમાણમાં પાણી પીવું, તીખો અને તેલવાળો ખોરાક લેવાનું ટાળવું તેમજ કામ વગર 11 થી 4ના તડકામાં બહાર નીકળવાનું ટાળવું.
Disclaimer: આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.