હાર્ટમાં બ્લોકેજને રોકવામાં મદદરુપ થશે આ 5 સુપર ફળ
કારેલામાં કેટલાક વિટામિન અને મિનરલ્સ રહેલા છે જે શુગરને કંટ્રોલમાં રાખવાની સાથે સાથે લોહીને શુદ્ધ કરે છે
Image Envato |
હાર્ટ બ્લોકેજને સૌથી ખતરનાક માનવામાં આવે છે, કારણકે હાર્ટમાં બ્લોકેજ થાય તો હાર્ટ એટેક પણ આવી શકે છે. નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કેસમાં અનેક ઘણો વધારો થઇ રહ્યો છે. તો જાણો તમે પણ હાર્ટ બ્લોકેજની સમસ્યામાં થાય ત્યારે કયા ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.
વર્તમાન સમયમાં દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. તેવામાં શાકભાજીઓ બેલેન્સ ડાયટનો એક મહત્ત્વનો હિસ્સો છે. આર્ટરીઝમાં બ્લોકેજને રોકવા માટે કેટલીક શાકભાજીઓ ખાવી જરુરી છે કારણ કે તેમાથી મળતા સોલ્યુબલ ફાઈબર હાર્ટની બીમારીઓમાં ખતરો પેદા કરે છે. કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ સાચવવા માટે બેલેન્સ રાખવા માટે ડાયટમાં કેટલાક શાકભાજી સામેલ કરવી જરુરી છે.
કારેલા
કારેલામાં કેટલાક વિટામિન અને મિનરલ્સ હોય છે આ શુગરને કંટ્રોલમાં રાખવાની સાથે સાથે લોહીને શુદ્ધ કરે છે. કારેલા ખાવાથી પેટમાં રહેલા ખતમ કરી નાખે છે. આ સિવાય હાર્ટ બ્લોકેજ થવા પર કારેલાને રોજ ખાવાથી બ્લોકેજ ખુલવામાં મદદ મળે છે.
લીલા પત્તાવાળી શાકભાજી
લીલી શાકભાજીમાં વિટીમિન,મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં હોય છે. તેમા સ્વિસ ચાર્ટ, પાલક અને કેળ સામેલ છે. આ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં પણ મદદરુપ થાય છે અને હાર્ટના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.
બ્રોકોલી
એક વૃક્ષ જેવી દેખાતી આ શાકભાજીના હાર્ટ માટે ઘણા ફાયદાઓ રહેલા છે. બ્રોકોલી એક સુપરફુડ છે. જેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન અને ફાઈબર ભરપુર માત્રામાં રહેલા છે.
ટમેટાં
ટામેટાંમાં લાઈકોપીન નામનું એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે, જે હૃદય રોગ સામે રક્ષણ આપે છે. આ સિવાય તેમા પોટેશિયમ પણ સામેલ હોય છે, જે બ્લડ પ્રેશરને કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.
શિમલા મિર્ચ
શિમલા મિર્ચમાં ફાઈબર, વિટામિન સી અને એ ભરપુર માત્રામાં રહેલા છે. આ પોષક તત્વો હાર્ટ સાથે જોડાયેલ બીમારીઓની ખતરામાં પણ ઘટાડો કરે છે. અને સાથે સાથે કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થમાં બરોબર કરવામાં મદદ કરે છે.