Get The App

Chat Tabibi E2: હાર્ટ અટેક જેવા તમામ હૃદય રોગને લગતી સાચી અને ખાસ જાણવા જેવી માહિતી આપતો એકમાત્ર શો

Updated: Apr 11th, 2025


Google News
Google News
Chat Tabibi E2: હાર્ટ અટેક જેવા તમામ હૃદય રોગને લગતી સાચી અને ખાસ જાણવા જેવી માહિતી આપતો એકમાત્ર શો 1 - image


હૃદય રોગનું નામ સાંભળતા જ દર્દી અને તેના પરિવારજનોને ચિંતા થવા માંડે છે. ગુજરાતમાં હૃદય રોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હૃદય રોગને લગતી સાચી માહિતી મેળવવી દરેક વ્યક્તિ માટે એક જરૂરિયાત બની ગઈ છે. એવા સમયે ગુજરાત સમાચારના સ્વાસ્થ્યને લગતા ખાસ શો 'ચેટ તબીબી'માં તમને હૃદય અને હૃદય રોગને લગતી ઘણી મહત્વની બાબતો જાણવા મળશે. 

1) હાર્ટ અટેક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોકમાં શું તફાવત છે? 

2) એન્જિઓપ્લાસ્ટી, એન્જિઓગ્રાફી અને બાયપાસ સર્જરી ક્યારે કરવામાં આવે છે? 

3) બ્લડ પ્રેશરની દવા એક વખત શરૂ થાય પછી બંધ ન થઈ શકે?

હૃદય રોગને લગતા આવા અનેક પ્રશ્નો તમને પણ થતાં હશે. આ એપિસોડ જોયા બાદ દર્શકો આ રોગને વધારે સારી રીતે સમજી શકશે. આ રોગના કારણો, લક્ષણો અને સારવાર સહિત તમામ મુદ્દાઓ આ શોમાં આવરી લેવાયા છે. દર્દીની લાઇફસ્ટાઇલ કેવી હોવી જોઈએ? ભોજનથી લઇને કસરત સહિતની ખૂબ ઉપયોગી માહિતી પૂરી પડતો શો દર્દીઓ અને તેમના પરિવારજનો માટે મદદરૂપ નીવડશે.

આવનારા સમયમાં આ જ પ્રકારે વિવિધ રોગોને લગતા માહિતીપ્રદ વીડિયો માધ્યમથી આ શોમાં તમને જોવા મળશે. તમે ગુજરાત સમાચારની એપ ઇન્સ્ટોલ કરી અને યુટ્યુબ પર ગુજરાત સમાચારને સબ્સ્ક્રાઇબ કરીને આ વીડિયોઝ જોઈ શકશો. વધારે માહિતી માટે જોડાયેલા રહો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર.

Tags :