ભેળસેળયુક્ત ઘી : પાણીનો ઉપયોગ કરીને જાણી શકાય છે અસલી- નકલી ઘીની પરખ
શુદ્ધ ઘી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહી પરંતુ શરીરને ફિટ રાખવામાં પણ ખૂબ જ જરૂરી છે
ઘી પાણીમાં નીચે બેસી જાય તો સમજો કે તે ઘી નકલી છે, અને જો પાણીમાં ઉપર તરે તો તે અસલી છે
Image Envato |
તા. 13 ડિસેમ્બર 2023, બુધવાર
આજકાલ માર્કેટમાં અસલી અને નકલી બન્ને પ્રકારની વસ્તુઓ મળી રહી છે, એવામાં આપણે તેની ઓળખ કરવી ઘણી મુશ્કેલ થઈ જાય છે. આજે આવા કેટલાય પ્રકારની ખોરાકમાં લેવાતી વસ્તુઓમાં ભેળસેળ આવતો હોય છે તેમાથી આજે અમે તમને નકલી ઘીની કઈ રીતે ઓળખ કરવી તેના વિશે વાત કરીએ. કે બજારમાં મળતા નકલી ઘીની પરખ કેવી રીતે કરશો.
માત્રના પાણીના ઉપયોગથી જાણી શકાય છે અસલી- નકલી ઘી
શુદ્ધ ઘી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહી પરંતુ શરીરને ફિટ રાખવામાં પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ આજે માર્કેટમાં મોટા પ્રમાણમાં નકલી ઘી મળી રહ્યુ છે. એવામાં અસલી ઘીની ઓળખ કઈ રીતે કરવી તેના વિશે આપણને ખ્યાલ હોતો નથી. પરંતુ તમને જણાવી દઈએ કે માત્રના પાણીના ઉપયોગથી જાણી શકાય છે તે ઘી અસલી છે નકલી.
આ રીતે કરી શકાય છે અસલી નકલી ઘીની ઓળખ
1. પાણી દ્વારા અસલી દેશી ઘીની ઓળખ કરી શકાય છે. તેના માટે તમે એક વાટકીમાં પાણી લો અને તેમા બે થી ત્રણ ટીંપા દેશી ઘી નાખો. જો તે ઘી પાણીમાં નીચે બેસી જાય તો સમજો કે તે ઘી નકલી છે, અને જો પાણીમાં જો ઘી ઉપર તરે તો સમજો કે આ ઘી અસલી છે.
2. તમે હથેળીમાં ઘી રાખી તેની પરખ કરી શકો છો. તેના માટે માત્ર 5-6 મિનિટ દેશી ઘી તમારી હથેળી પર રાખો. તેમા 5થી 10 મિનિટ પછી તેની ખુશ્બુ મધુર આવે તો સમજો કે આ ઘી અસલી છે, પરંતુ જો તેમાથી કોઈ અજીબ પ્રકારની ખુશ્બુ આવે તો સમજો કે આ નકલી ઘી છે.
3. ઘીને ઉકાલીને પણ જાણી શકાય છે કે અલસી છે કે નકલી. તેના માટે તમે માત્ર બેથી ત્રણ ચમચી દેશી ઘીને ઉકાળો છો અને તેના પછી તેને 24 કલાક માટે અલગ રાખી દો. જો તેમાથી મહેક આવે અને દાણાદાર જોવા મળે તો સમજો કે આ ઘી અસલી છે, પરંતુ જો તેમાથી સ્મેલ આવે તો સમજો કે આ નકલી ઘી છે.