હાર્ટ એટેક અને કાર્ડિએક એરેસ્ટ બંને અલગ... જાણો બંનેના લક્ષણો અને સારવાર અંગે
નવી દિલ્હી,તા. 30 સપ્ટેમ્બર 2023, શનિવાર
હાર્ટ એટેકની વાત કરીએ તો, તે હળવો હાર્ટ એટેક પણ હોઈ શકે છે અને આમાં દર્દીનો જીવ બચાવવો કાર્ડિયાક અરેસ્ટ કરતાં વધુ શક્ય છે. પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં, દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હોય છે, થોડી મિનિટોનો વિલંબ પણ જીવલેણ બને છે. આ બે બીમારીઓ વચ્ચે અન્ય શું તફાવત છે, તે વિશે અહીં જણાવવામાં આવી રહ્યું છે.
ઘણીવાર જ્યારે પણ કોઈનું અચાનક મૃત્યુ થાય છે ત્યારે મૃત્યુનું કારણ હાર્ટ એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. જો કે, મોટાભાગના લોકો બંનેને એક જ વસ્તુ માને છે અથવા બંને વિશે ફેલાયેલી ખોટી માહિતીમાં વિશ્વાસ કરે છે.
ડૉક્ટરો હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત જાણે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે બંને વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે જેથી ઈમરજન્સીના કિસ્સામાં સમયસર સારવાર મળી શકે.
હાર્ટ એટેક શું છે?
જ્યારે હાર્ટ એટેક આવે છે, ત્યારે હૃદયના સ્નાયુના એક ભાગમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે અને આ કોરોનરી ધમનીઓમાં કોઇ બ્લોકેઝ થવાના કારણે થાય છે. હૃદયને રક્ત પુરવઠો બે મુખ્ય કોરોનરી ધમનીઓમાંથી આવે છે. બે ધમનીઓ રાઇટ એન્ડ લેફ્ટ સાઇડમાં હોય છે. જ્યારે આ ધમનીઓમાં કોઈ બ્લોકેજ હોય ત્યારે હાર્ટ એટેક આવે છે.
કાર્ડિયાક અરેસ્ટ શું છે?
ર્ડિયાક અરેસ્ટ આજે વિશ્વમાં મૃત્યુનું સૌથી મોટું કારણ છે,જ્યારે કોઈ વ્યક્તિનુ હ્રદય અચાનક જ કામ કરવાનુ બંધ કરી દે અને તે વ્યક્તિનુ મૃત્યુ થાય તો તેને કાર્ડિયાક ડેથ કહેવાય છે.
કાર્ડિયાક અરેસ્ટ થયા પછી રક્તનુ પરિભ્રમણ બંધ થઈ જાય છે તેના કારણે હૃદય યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી અને બ્રેઈન ડેથ તથા વ્યક્તિનુ મૃત્યુ થાય તે પહેલાં ચારથી છ મિનિટ સુધી તે બંધ હોય છે. તેની પાછળ ઘણા કારણો છે. તે વધુ ખતરનાક માનવામાં આવે છે કારણ કે, આ સ્થિતિ અચાનક થાય છે અને સારવાર માટે કોઈ સમય રહેતો નથી.
કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક વિશે, ડૉ. સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયોવસ્ક્યુલર નિરંજન હિરેમથ કહે છે કે, 'એ સમજવું જરૂરી છે કે હાર્ટ એટેકનો સંબંધ અમુક બ્લોકેજને કારણે બ્લડ સર્કુલેશન બંધ થવા સાથે છે અને કાર્ડિયાક અરેસ્ટ હૃદયની કામગીરી બંધ થવા સાથે સંબંધિત છે.
જેનો મતલબ છે કે, હાર્ટ એટેક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે પરંતુ કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેકનું કારણ બની શકતું નથી. વધુ પ્રમાણમાં ધૂમ્રપાન, ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર, ડાયાબિટીસ અથવા હાર્ટની બીમારી હાર્ટ એટેકનું કારણ હોઇ શકે છે. જ્યારે કાર્ડિયેક અરેસ્ટ વધુ ફિઝિકલ એક્ટીવિટીના કારણે થઇ શકે છે આ સિવાય છાતી પર કોઇ ઇજા થતા પણ થઇ શકે છે.
લક્ષણો
ડોક્ટરનું કહેવું છે કે બંનેના લક્ષણો એકદમ અલગ છે. જ્યારે હાર્ટ એટેક આવે છે, ત્યારે પહેલા છાતીમાં તીવ્ર દુખાવો થાય છે, જે પીઠ, ડાબા હાથ, ખભા અથવા જડબા સુધી ફેલાય છે. તેની સાથે વધુ પડતો પરસેવો, ચક્કર આવવા અને બેહોશી જેવા લક્ષણો દેખાય છે. પરંતુ કાર્ડિયાક અરેસ્ટમાં અચાનક દુખાવો થાય છે અને વ્યક્તિ તરત જ બેભાન થઈ જાય છે અને ચક્કર આવવા વગેરેની સમસ્યા પણ થઈ શકે છે, પરંતુ બહુ ઓછા કેસમાં જ અગાઉથી ચેતવણી મળે છે.
સારવાર
હાર્ટ એટેકના કિસ્સામાં, સમયસર સારવારથી 95 ટકા લોકો બચી જાય છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં લોકોના બચવાની શક્યતા માત્ર 10 થી 15 ટકા છે. આવી સ્થિતિમાં, તમારે હાર્ટ એટેક વિશે પણ જાગૃત રહેવું જોઈએ અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને તમારી લાઇફસ્ટાઇલ પરખાસ ધ્યાન આપો.