વધુ પપૈયું ખાવું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે
- જાણો, પપૈયાના સેવનથી ક્યા કયા સાઇડ-ઇફેક્ટ્સ થઇ શકે છે
- પપૈયું સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક છે પરંતુ તેના વધારે સેવનથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે
નવી દિલ્હી, તા. 15 ઑક્ટોબર 2020, ગુરુવાર
પપૈયું એક એવું ફળ છે જે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. આ ફળ ખનિજ, ફાઇબર અને એન્ટી-ઑક્સિડેન્ટ્સથી ભરપૂર છે. આ લૉ કેલરી ફ્રૂટ સ્વાસ્થ્યને કેટલાય પ્રકારના લાભ પહોંચાડે છે. આ સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. આ ઉંમર વધવાની પ્રક્રિયા, વજન ઘટાડવું, કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા, સ્વસ્થ ત્વચા મેળવવા તથા કબજિયાતથી છૂટકારો વગેરે જેવી સમસ્યા સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે. પરંતુ તેના વધુ સેવનથી કેટલાય સ્વાસ્થ્ય નુકશાન થઇ શકે છે. જાણો, પપૈયાનાં સાઇડ ઇફેક્ટ વિશે...
ગર્ભવતી થવા પર
ગર્ભવતી મહિલાઓને પપૈયું ખાવાથી બચવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે પપૈયાના બીજ અને મૂળ ભ્રૂણને નુકશાન પહોંચાડી શકે છે. પપૈયામાં લેટેક્સનું હાઇ પ્રમાણ હોય છે જે ગર્ભાશય સંકોચાવાનું કારણ બની શકે છે. પપૈયામાં રહેલ પપેન શરીરના તે ભાગને નુકશાન પહોંચાડી શકે છે જે ભ્રૂણના વિકાસ માટે જરૂરી છે.
પાચન સંબંધિત સમસ્યાઓ
પપૈયામાં ભારે પ્રમાણમાં ફાઇબર મળી આવે છે. કબજિયાત થવા પર આ તમને ફાયદો અપાવી શકે છે. પરંતુ વધારે પ્રમાણમાં સેવન તમારા પેટને ખરાબ પણ કરી શકે છે. આ ઉપરાંત, પપૈયાની બહારની ત્વચામાં લેટેક્સ હોય છે, જે પેટને અપસેટ કરી શકે છે અને પેટ દુખાવાનું કારણ પણ બની શકે છે.
લો બ્લડ શુગરની સમસ્યા
પપૈયું બ્લડ શુગર લેવલને ઓછુ કરી શકે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી બની શકે છે. એવામાં જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
એલર્જી થઇ શકે છે
પપૈયામાં રહેલ લેટક્સથી એલર્જી થવાની શક્યતા હોય છે. તેના વધુ સેવનથી સોજો, ચક્કર આવા, માથાનો દુખાવો, લાલાશ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઇ શકે છે.
શ્વસન વિકાર શક્ય છે
પપૈયામાં રહેલ એન્જાઇમ પપેનને સંભવિત એલર્જી પણ કહેવામાં આવે છે. વધુ પ્રમાણમાં પપીતાનું સેવન અસ્થમા, કંજેશન અને જોરજોરથી શ્વાસ લેવા જેવી વિભિન્ન શ્વસન સંબંધિત વિકાર પેદા કરી શકે છે.
પથરીની સમસ્યા
પપૈયામાં વિટામિન સી ઘણા પ્રમાણમાં મળી આવે છે. વધારે પ્રમાણમાં વિટામિન સી લેવાથી કિડનીમાં પથરીની સમસ્યા થઇ શકે છે.
ગળુ ખરાબ થઇ શકે છે
તમને દિવસભરમાં 1થી વધારે પપૈયું ખાવાથી બચવું જોઇએ.. કારણ કે વધારે પપૈયું ખાવાથી તમારું ગળુ પ્રભાવિત થઇ શકે છે.