બાળકને વારંવાર તાવ આવતો હોય તો, લાપરવાહી ન કરશો, આ વાયરલ જીવલેણ બની શકે છે, જાણો શું કહે છે નિષ્ણાતો

મોટાભાગે નાના બાળકો વાયરલનો શિકાર બની રહ્યા છે

તાવ આવવા પર બાળકને તરત ડોક્ટર પાસે લઈને જવાની સલાહ

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
બાળકને વારંવાર તાવ આવતો હોય તો, લાપરવાહી ન કરશો, આ વાયરલ જીવલેણ બની શકે છે, જાણો શું કહે છે નિષ્ણાતો 1 - image
Image Envato 

તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર 

health : વાતાવરણમાં થતા ફેરફારને કારણે દેશભરમાં વિવિધ બીમારી ઓ જોવા મળી રહી છે. નાના બાળકો (child)થી લઈને મોટાઓ સુધી દરેક લોકો તાવ (fever)ની ઝપેટમાં આવી રહ્યા છે. રોજ સરકારી હોસ્પિટલો (Hospital) તેમજ ખાનગી હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં દર્દીઓની ભીડ જામે છે. આમ પણ આ ભાદરવા મહિનો બીમારીઓનો મહિનો કહેવાય છે. આ મહિનામાં ખાવા -પીવા બાબતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. નહી તો એક વાર વાયરલ તાવની ઝપેટમાં આવી ગયા તો બચવુ મુશ્કેલ છે.

મોટાભાગે નાના બાળકો વાયરલનો શિકાર બની રહ્યા છે

ડોક્ટરોના કહેવા પ્રમાણે વાતાવરણના આવેલા ફેરફારના કારણે દેશભરમાં વાયરલ તાવમાં લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે હાલમાં ત્રણ પ્રકારના વાયરલ ચાલી રહ્યા છે. જેમા નાના બાળકોને આ વાયરલ જલ્દી અસર કરે છે. તેથી દરેક માતા-પિતાએ બાળકોની યોગ્ય રીતે સાર સંભાળ રાખવી જોઈએ. હાલમાં બપોરે ગરમી વધારે હોય છે અને વહેલી સવારે ઠંડી લાગતી હોય છે. તેમા ખાસ કરીને બાળકો વાયરલનો ભોગ ન બને તેવી તકેદારી રાખવી જોઈએ. 

તાવ આવવા પર બાળકને તરત ડોક્ટર પાસે લઈને જવાની સલાહ 

ડોક્ટરનો કહેવા પ્રમાણે હાલમાં બાળકોને અલગ પ્રકારના વાયરલનો તાવ આવી રહ્યો છે. જેમા ઘણીવાર માતા- પિતા ઘરમાં રાખેલી પેરાસિટામોલ કે ક્રોસિનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હાલમાં જે વાયરલનો તાવ ચાલી રહ્યો છે, તેમા આ દવા બરોબર કામ કરતી નથી. એટલે એકવાર ડોક્ટર પાસે ચેક કરાવ્યા પછી દવા આપવાની સલાહ આપે છે. આ તાવમાં શરીર તુટવું, માથુ દુખવું, ચિડીયાપણ, સોજા આવવા સહિતના લક્ષણો જોવા મળે છે. તેથી આ વાયરલ તાવમાં જરા પણ બેદરકારી રાખવી નહી.થોડી પણ લાપરવાહી બાળકનો જીવ જોખમમાં મુકી શકે છે. નહીં તો તે પછી કેટલીક અન્ય સમસ્યાનો સામનો કરવો પડશે. 

ખાવા-પીવામાં સ્વચ્છતા પર વધારે ધ્યાન આપવુ

સિઝન પ્રમાણે બાળકોને વધુ પડતું જંક ફૂડ ન આપવાની સલાહ આપવામા આવે છે. તેમના આહારનું ખાસ ધ્યાન રાખો. આ ઉપરાંત હાલમાં ડેન્ગ્યુનો કહેર પણ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી તમારી આસપાસ નજીકમાં ક્યાય પાણી ભરાવા ન દેશો. જો તમારા ઘરમાં કુલર હોય તો તેને સમયાંતરે પાણી બદલતા રહેવું જોઈએ. જેથી કરીને ડેન્ગ્યુના વાયરસ પેદા ન થાય. 

બાળકને વારંવાર તાવ આવતો હોય તો, લાપરવાહી ન કરશો, આ વાયરલ જીવલેણ બની શકે છે, જાણો શું કહે છે નિષ્ણાતો 2 - image


Google NewsGoogle News