Get The App

કાળઝાળ ગરમીમાં હીટવેવથી કેવી રીતે બચવું? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું સૂચન

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
કાળઝાળ ગરમીમાં હીટવેવથી કેવી રીતે બચવું? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું સૂચન 1 - image


Heatwave Alert In India: ઉત્તર પશ્ચિમ ભારતમાં આકાશમાંથી આગ વરસતા લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે. કેટલાક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર થઇ ગયું છે. એવામાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કાળઝાળ ગરમીને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેનાથી બચવાના ઉપાયો સૂચવ્યા છે.

આરોગ્ય કલ્યાણ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ કેન્દ્રીય પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલયે ગરમીથી બચવા માટે એડવાઇઝરી પણ જાહેર કરી છે.

હીટવેવથી કેવી રીતે બચવું?

1. પ્રવાહીનું સેવન વધારવું અને હીટ સ્ટ્રોકના લક્ષણોને ધ્યાનમાં રાખવા

2. ભીડવાળી જગ્યાઓ પર અને ખૂબ જ તડકામાં જવાનું ટાળો. 

3. ખોરાકમાં સ્વચ્છતા, પાણી અને છાંયડાનું ધ્યાન રાખો.

4. જો તમે ગરમી-સંબંધિત લક્ષણોનો અનુભવ કરી રહ્યાં હોવ તો તબીબી સંભાળ મેળવો.

હાલ ગરમી ખૂબ જ વધી રહી છે. જેથી લૂના કારણે લોકોના આરોગ્ય પર પણ અસર થઈ રહી છે. ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા હીટસ્ટ્રોક એટલે કે લૂની હોય છે. ગરમ પવનો શરીરમાં ડીહાઈડ્રેટ કરી દે છે, જેથી શરીરમાં નબળાઈ અને બેચેની અનુભવાય છે. આવી સ્થિતિમાં તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. 


Google NewsGoogle News