હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા આ વાતોનું રાખજો ધ્યાન, તો ક્લેમ કરતી વખતે નહી થવુ પડે હેરાન!
આજના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવો ખૂબ જ જરુરી થઈ ગયુ છે.
આરોગ્ય વીમો ખરીદતા પહેલા તમે હોસ્પિટલના નેટવર્કને ચેક કરવું ખૂબ જ જરુરી છે
Image Envato |
તા. 25 નવેમ્બર 2023, શનિવાર
Health Insurance Tips : ભારતમાં છેલ્લા કેટલાક સમયથી મેડિકલના ખર્ચમાં ખૂબ જ મોટો વધારો આવ્યો છે. આજના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવો ખૂબ જ જરુરી થઈ ગયુ છે. છેલ્લા કેટલાક સમયથી ભારતમાં હેલ્થ ઈન્શ્યોરન્સની માંગમાં ભારે વધારો થયો છે કારણ કે દેશમાં મેડિકલ ખર્ચમાં ખૂબ જ ઝડપી વધારો થઈ રહ્યો છે. જો તમે પણ ભવિષ્યમાં કોઈ બીમારી સંબંધિત ખર્ચના ટેન્શનમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો જલ્દીમાં જલ્દી હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદી લેશો.
જરુરીયાત પ્રમાણે જ વીમા રાશિ પસંદ કરો
જો તમે પણ હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા આ વાતનું ધ્યાન રાખજો, કે તમારી વીમા રાશિ કેટલી છે, ધ્યાન રાખો કે જરુરીયાત પ્રમાણે જ વીમા રાશિ પસંદ કરો, જેથી ભવિષ્યમાં તમારી જરુરીયાતો પુરી થઈ શકે.
ઓછા વેઈટિંગ પીરિયડવાળા હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદો
હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે વેટિંગ પીરિયડને ચેક કરવો જરુરી છે. કોશિશ કરો કે ઓછા વેઈટિંગ પીરિયડવાળા હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદો.
હોસ્પિટલના નેટવર્કને ચેક કરવું ખૂબ જ જરુરી છે
આરોગ્ય વીમો ખરીદતા પહેલા તમે હોસ્પિટલના નેટવર્કને ચેક કરવું ખૂબ જ જરુરી છે. જે કંપનીનું નેટવર્ક જેટલું વધારે હોય, તે હેલ્થ ઈન્શ્યોરન્સ સારો હોય છે. સારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસીમાં તમે કેશ બેકનો ક્લેમ કરી શકો છો.
ઈન્શ્યોરન્સ ક્લેમ રેશિયોને પણ ચેક કરવો ખૂબ જ જરુરી
હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે ઈન્શ્યોરન્સ ક્લેમ રેશિયોને પણ ચેક કરવો ખૂબ જ જરુરી છે. ક્લેમ રેશિયોથી એ જાણી શકાય છે કે, કંપની ક્લેમ ટાઈમસર ચુકવે છે કે નહી.