Get The App

હેલ્થ ઈન્સ્યોરન્સના ડોક્યુમેન્ટમાં હવે અક્ષરો મોટા અને સરળ ભાષામાં લખવું પડશે, IRDAIનો કંપનીઓને નિર્દેશ

પોલીસીની શરતોને સરળ ભાષામાં સમજાવવી જરુરી

CIS ના ફોન્ટની સાઈઝ મિનિમમ 12( Arial) અથવા મોટા હોવા જોઈએ.

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
હેલ્થ ઈન્સ્યોરન્સના ડોક્યુમેન્ટમાં હવે અક્ષરો મોટા અને સરળ ભાષામાં લખવું પડશે, IRDAIનો કંપનીઓને નિર્દેશ 1 - image
Image Freepic

તા. 30 ઓક્ટોબર 2023, સોમવાર 

Health insurance: જો તમે બજારમાંથી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસી ખરીદતા હોવ તો હવે નવા વર્ષથી રિન્યુ કરાવવા તમને પોલીસી ડોક્યુમેન્ટ (Health insurance policy document)એક સ્પષ્ટ અને સરળ ભાષામાં લખેલું જોવા મળશે. વીમા નિયામક આઈઆરડીએઆઈ (IRDAI)એ હેલ્થ ઇન્શ્યોરન્સ વેચતી કંપનીઓ માટે ખાસ પ્રસ્તાવ મુક્યો છે. આ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હેલ્થ વીમા પોલીસીધારકો માટે ગ્રાહક સુચના પત્ર (CIS) સરળ બનાવવાનું છે. એક માહિતી પ્રમાણે CISને સરળ અને આસાન બનાવવા માટેનો છે, કારણ કે, ક્યારેક ક્યારેક તેમા જટિલ અને કાયદાકીય શબ્દોની માયાજાળ હોય છે. 

પોલીસીની શરતોને સરળ ભાષામાં સમજાવવી જરુરી

માહિતી પ્રમાણે ઈન્શ્યોરન્સ કંપનીઓએ તેની ખાત્રી કરવી જોઈએ કે, ગ્રાહક તેમની પોલીસીની શરતોને સરળતાથી સમજી શક્યા છે. નિયામકે તેમના સર્કુલરમાં કહ્યું કે, પોલીસીધારકે માટે ખરીદેલી પોલીસીના નિયમો અને શરતોને સમજવી મહત્વની છે, કારણ કે એક પોલીસી દસ્તાવેજ કાનૂની ગૂંચવણોથી ભરેલી હોઈ શકે છે, તેથી આ એવુ ડોક્યુમેન્ટ હોવું જરુરી છે જે સરળ શબ્દોમાં, નીતિથી સંબંધિત બુનિયાદી વિશેષતાઓ સમજાવતી હોય અને જરુરી જાણકારી ઉપલબ્ધ કરતી હોય તે પ્રકારની હોવી જોઈએ. 

નવા ફોર્મેટને લાગુ કરતાં કેટલીક વાતોનું પાલન કરવું જરુરી છે

ઈન્શ્યોરન્સ કંપનીઓ અને પોલીસીધારકની વચ્ચે જાણકારી બાબતે અસમાનતા હોવાની IRDAIને ફરિયાદો મળી હતી. નવુ સીઆઈએસ ફોર્મેટ 1 જાન્યુઆરી 2024થી આ નિયમ લાગુ થઈ જશે. નવા ફોર્મેટને લાગુ કરતાં કેટલીક વાતોનું પાલન કરવું જરુરી છે. જે આ પ્રમાણે છે. 

ઈન્શ્યોરન્સ કંપનીઓ, મધ્યસ્થોં અને એજન્ટોને ફિઝિકલ અથવા ડિઝિટલ સ્વરુપે ડોક્યુમેન્ટ્સની પુષ્ટિની ખાત્રી કરીને દરેક પોલીસીધારકને અપડેટ સીઆઈએસ (CIS)વિતરણ કરવું પડશે.

  • જો કોઈ પોલીસીધારક ઈચ્છે તો CIS તેની સ્થાનિક ભાષામાં પણ માંગી શકશે.
  • CIS ના ફોન્ટની સાઈઝ મિનિમમ 12( Arial) અથવા મોટા હોવા જોઈએ. 
  • ગ્રાહક સુચના પત્ર (CIS)માં દરેક ક્ષેત્રોમાં ઉપલબ્ધ કરવા જોઈએ. 
  • પોલીસી દસ્તાવેજને ફોરવડિંગ લેટરમાં CIS નો સંદર્ભ આપવો જોઈએ.
  • ઈન્શ્યોરન્સ કંપનીઓ (Health insurance Companies)પાસે એ અપેક્ષા કરવામાં આવે છે કે, આ IRDAI સર્કુલર પ્રમાણે પોલીસીધારક દ્વારા સીઆઈએસને રિસીવિંગની પુષ્ટિ કરે. 


Google NewsGoogle News