Get The App

હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને વધુ એક રાહત: હવે પ્રીમિયમ ભરવા માટે મળશે આટલો સમય

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને વધુ એક રાહત: હવે પ્રીમિયમ ભરવા માટે મળશે આટલો સમય 1 - image
Image Envato 

health insurance New Rule :  વીમા નિયમનકાર IRDAIએ તાજેતરમાં જ હેલ્થ ઇન્શ્યોરન્સ વીમામાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે, અને હવે ફરી એકવાર IRDAIએ  એક માસ્ટર સર્ક્યુલર જારી કરીને પોલિસી લેનારાઓને મોટી રાહત આપી છે. IRDA એ હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ગ્રેસ પિરિયડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી ગાઈડલાઈન પ્રમાણે પ્રીમિયમની ચુકવણી માટે જે નવો ગ્રેસ પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે, તેમાં માસિક પ્રીમિયમ માટે 15 દિવસનો અને ત્રિમાસિક પ્રીમિયમ માટે 30 દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. 

ગ્રે પીરિયડમાં પણ કવરેજ આપવું જરૂરી 

એક રિપોર્ટ અનુસાર, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ પોલિસીધારકો માટે હેલ્થ ઈન્શ્યોરન્સને સરળ અને સારો બનાવવા માટે એક નવો માસ્ટર સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. આ સર્ક્યુલરમાં આપવામાં આવેલા મુદ્દાઓમાં જણાવ્યું છે કે, જો વીમા પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે હપ્તામાં ચૂકવવામાં આવે છે, તો હેલ્થ અને સામાન્ય વીમા કંપનીઓએ ગ્રેસ પીરિયડ દરમિયાન કવરેજ પ્રદાન કરવું જરૂરી છે.

પ્રીમિયમ ચુકવણી ગ્રેસ પિરિયડના ફાયદા

સામાન્ય રીતે પૉલિસીધારકોને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવા માટે એક ગ્રેસ પીરિયડ મળતો હોય છે, જે નવીકરણની નિયત તારીખથી થોડો વધારાનો સમય છે. જોકે, તમામ કંપનીઓ આ સુવિધા પૂરી પાડતી નથી. પરંતુ તેના ફાયદાઓ વિશે વાત કરીએ તો, જો તમને કોઈ અણધારી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો તમારી પાસે ગ્રેસ પીરિયડની અંદર તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રિમિયમ ચૂકવવાની તક છે. ગ્રેસ પીરિયડ સામાન્ય રીતે વીમા કંપની અને પોલિસીના પ્રકારને આધારે નક્કી કરવામાં આવે છે.

અગાઉ આ  વીમા કંપનીઓ માટે ફરજિયાત નહોતું

IRDAI દ્વારા હવે પ્રીમિયમ ચુકવણી માટે ગ્રેસ પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે. IRDAI કહ્યું છે કે, જો પોલિસીની મુદત દરમિયાન પ્રીમિયમ હપ્તામાં ચૂકવવામાં આવે છે, તો કવરેજ ગ્રેસ પીરિયડ માટે પણ ઉપલબ્ધ રહેશે. તેમજ પ્રીમિયમ માસિક હપ્તાઓ દ્વારા ચૂકવવામાં આવે છે, તેમનો ગ્રેસ પીરિયડ 15 દિવસનો રહેશે અને જેઓ ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક હપ્તાઓ માટે 30 દિવસનો ગ્રેસ પીરિયડ મેળવવા માટે પાત્ર છે. તમને જણાવી દઈએ કે અગાઉ, વીમા કંપનીઓ માટે ગ્રેસ પીરિયડ દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ આપવું ફરજિયાત નહોતું.

કેશલેસ ક્લેમ સેટલમેન્ટમાં પણ ફેરફારો

IRDAI એ હેલ્થ ઈન્શ્યોરન્સમાં કેશલેસ ચુકવણીના નિયમોમાં પણ મોટા ફેરફારો કર્યા છે. 

1. નવા નિયમ સાથે કેશલેસ સારવાર માટે 1 કલાકમાં એપ્રુવલ આપવાથી વીમાધારક શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલમાં સારવાર લેવાનું શરૂ કરી શકે.

2. હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ સંબંધિત ફેરફારમાં કહ્યું કે, વીમા કંપનીઓને હોસ્પિટલમાંથી દર્દીને ડિસ્ચાર્જ કરવાની રિક્વેસ્ટ  મળે છે, ત્યારે વીમા કંપનીઓએ માત્ર 3 કલાકની અંદર તેની મંજૂરી આપવી જરૂરી. એટલે કે દર્દીએ ડિસ્ચાર્જની રિક્વેસ્ટ કર્યાના 3 કલાકની ક્લેમ સેટલ અથવા બિલની પતાવટ કરવી પડશે.


Google NewsGoogle News