શિયાળામાં આ ફળોનું કરો સેવન, આખી સીઝનમાં મળશે ચમત્કારીક લાભ, નહીં જવુ પડે ડોક્ટર પાસે
શિયાળામાં વિટામિન સી થી ભરપુર ફળોનું વધારે સેવન કરવું જોઈએ : એક્સપર્ટ
એક્સપર્ટના કહ્યા પ્રમાણે શિયાળામાં લોકોને તળેલા પદાર્થનું સેવન ન કરવુ જોઈએ.
Image Freepic |
તા. 13 ડિસેમ્બર 2023, બુધવાર
Health : શિયાળામાં લોકોને હ્રદયથી લઈને શરીરનો ખૂબ ખ્યાલ રાખવો પડતો હોય છે. ખાવાની આદતથી લોકો તેમના હ્રદય અને શરીરને મજબુત બનાવે છે. એક્સપર્ટના કહેવા પ્રમાણે લોકો શિયાળામાં ખાવા-પીવા પર વધુ ધ્યાન આપતા હોય છે અને હકીકત જોઈએ તો રાખવુ પણ જોઈએ.
શિયાળામાં વિટામિન સી થી ભરપુર ફળોનું વધારે સેવન કરવું જોઈએ : એક્સપર્ટ
એક્સપર્ટના કહેવા પ્રમાણે શિયાળામાં વિટામિન સી થી ભરપુર ફળોનું વધારે સેવન કરવું જોઈએ. જેમ કે સંતરા, માલ્ટા, લીંબુ, મોસંબી વગેરે લઈ શકાય છે. તેમના કહેવા પ્રમાણે સવારે નવસેકુ એટકે કે હુંફાળુ પાણી પીવુ જોઈએ. તેમજ લીંબુનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. નવસેકા પાણીમાં લીબુનો રસ ભેળવીને પીવુ જોઈએ. લોકોને શિયાળામાં બેલેન્સ ડાયટ લેવુ જોઈએ. સુપનો વધારે સેવન કરવો કરવો જોઈએ અને ખાટા ફળો વધારે પ્રમાણમાં લેવા જોઈએ.
કઈ કઈ ચીજોનું સેવન ન કરવું જોઈએ
એક્સપર્ટના કહ્યા પ્રમાણે શિયાળામાં લોકોને તળેલા પદાર્થનું સેવન ન કરવુ જોઈએ. તેનાથી હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. ઠંડીના કારણે લોકોની એક્ટીવિટી ઓછી થઈ જાય છે. જેના કારણે મોટાપા વધી જાય છે. શિયાળામાં સ્વસ્થ રહેવા માટે સતત એક્ટીવિટી ચાલુ રાખવી જોઈએ.