Get The App

પેટ અને સાંધાના દુખાવામાં રામબાણ ઇલાજ છે આ ફળ

Updated: Jan 12th, 2021


Google NewsGoogle News
પેટ અને સાંધાના દુખાવામાં રામબાણ ઇલાજ છે આ ફળ 1 - image

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી 2021, મંગળવાર 

કેટલાક ફળ એવા હોય છે જેને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ પ્રકારનું જ એક ફળ છે ફાલસા. મધ્ય ભારતમાં વધુ પ્રમાણમાં મળી આવતા આ ફળ નાના-નાના બોર જેવો આકાર ધરાવે છે અને સ્વાદમાં ખાટ્ટમીઠા હોય છે.. તેમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત આ ફળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફૉસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને લોખંડ પણ મળી આવે છે, જેના કારણે તેને સ્વાસ્થ્યનો ખજાનો પણ કહેવાય છે. ફાલસાને પેટના દુખાવા અને સાંધાના દુખાવા માટેનો રામબાણ ઇલાજ માનવામાં આવે છે. તેના સેવનના કેટલાય ફાયદા થાય છે. જાણો, ફાલસાથી થતાં ફાયદાઓ વિશે... 

એનીમિયાની સારવારમાં ઉપયોગી છે ફાલસા
આ ફળમાં આયર્નનું પ્રમાણ ભરપૂર હોય છે. પર્યાપ્ત પ્રમાણમાં તેનું સેવન એનીમિયાની સારવારમાં મદદ કરી શકે છે. શરદી, ખાંસી અને ગળામાં ખરાશ થતી હોય તેવા લોકોએ પણ ફાલસાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. 

પેટના દુખાવાથી અપાવે છે રાહત
ફાલસા ફળમાં ફાઇબરનું ભરપૂર પ્રમાણ મળી આવે છે. એટલા માટે તેનું સેવન પેટ દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે. નિયમિત રીતે ફાલસાના રસનું સેવન પેટના દુખાવો થવાના જોખમને રોકી શકે છે. 

સાંધાના દુખાવામાં પણ છે ફાયદાકારક
ફાલસા ફળ સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં ઉપયોગી છે. આ ફળનાં સેવનથી સંધિવાની સારવારમાં મદદ મળે છે. એટલા માટે જો તમે સાંધાના દુખાવાથી રાહત મેળવવા ઇચ્છો છો તો આ ફળનો ઉપયોગ એક વિકલ્પ તરીકે કરી શકો છો. 

હાડકાંને બનાવે છે મજબૂત
આ ફળમાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. એટલા માટે આ હાડકાંને મજબૂત કરવામાં ઘણું લાભદાયી હોય છે. તેના સેવનથી હાડકાંને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ મળે છે અને આ સાથે જ આ હાડકાંના ઘનત્વને પણ વધારે છે. કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલા પોતાના ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. 


Google NewsGoogle News