રોજ ખાઓ લીમડાના બે પાંદડા; બીપી, સુગર સહિત અન્ય બીમારીઓ કન્ટ્રોલમાં રહેશે, જાણો રીત

લીમડાના પાંદડાના ચાવવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે

લીમડાના છોતરાને ઘસીને તેની પેસ્ટ બનાવી ઘા પર લગાવવાથી ફાયદો થાય છે

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
રોજ ખાઓ લીમડાના બે પાંદડા; બીપી, સુગર સહિત અન્ય બીમારીઓ કન્ટ્રોલમાં રહેશે, જાણો રીત 1 - image
Image Envato 

તા. 6 ઓક્ટોબર 2023, શુક્રવાર 

વર્તમાન સમયમાં મોટાભાગના ખાદ્ય ખોરાકમાં ભેળસેળ (Food adulteration) થઈ રહ્યો છે, તો બીજી તરફ લોકોના બેઠાડા જીવનના કારણે વિવિધ પ્રકારની બીમારી (illness) ઘર કરી જાય છે. એવામાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો જુનામાં જુના રોગને પણ નાબુદ કરી શકાય છે. ઔષધિ સમાન લીમડા (Medicinal Neem) ના પાંદડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે લીમડો (Neem)કેટલીયે બીમારીઓમાં લાભકારી છે. એક માહિતી મુજબ લીમડો 35થી વધારે પ્રકારના રોગોમાં ઉપયોગી છે.  

લીમડાના પાંદડાના ચાવવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે

લીમડાના પાંદડાનું સેવન કરવાથી વાયરસ, બેક્ટેરિયાઓથી સુરક્ષિત રહેવાય છે. આ ઉપરાંત હાઈ બીપીની સમસ્યામાં પણ ફાયદા કારક થઈ શકે છે. લીમડો પાચનતંત્રને મજબૂત બનાવી સ્વાસ્થ્યને સારુ બનાવે છે. લીમડાના રોજ બે પાંદડા ચાવવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. આ સાથે સ્કિન સંબંધી સમસ્યાઓમાં લીમડાના ઉપયોગ ખૂબ ગુણકારી હોય છે. 

લીમડાના છોતરાને ઘસીને તેની પેસ્ટ બનાવી ઘા પર લગાવવાથી ફાયદો થાય છે

લીમડો આપણને ઘર આંગણે સરળતાથી મળી શકે છે. જે વિવિધ રોગો સામે રક્ષણ કરે છે. જેમા ઈન્ફેક્શન લાગ્યું હોય, કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય ગડ- ગુમડ થયુ હોય તો તેના લીમડાના છોતરાને ઘસીને તેની પેસ્ટ બનાવી ઘા પર લગાવવાથી ફાયદો થાય છે.  આ ઉપરાંત લીમડાના પાણીથી ન્હાવાથી તાવ તેમજ ચામડીના રોગોમાં રાહત મળે છે. 

રોજ ખાઓ લીમડાના બે પાંદડા; બીપી, સુગર સહિત અન્ય બીમારીઓ કન્ટ્રોલમાં રહેશે, જાણો રીત 2 - image


Google NewsGoogle News