Get The App

ગરમીઓમાં ઈમ્યૂનિટી મજબૂત કરવાથી લઇને પેટને તંદુરસ્ત રાખવા માટે કરો ભીંડાનું સેવન..!

- જાણો, આપણા શરીર માટે ભીંડા કેવી રીતે ફાયદાકારક સાબિત થઇ શકે છે?

Updated: Mar 24th, 2021


Google News
Google News
ગરમીઓમાં ઈમ્યૂનિટી મજબૂત કરવાથી લઇને પેટને તંદુરસ્ત રાખવા માટે કરો ભીંડાનું સેવન..! 1 - image

નવી દિલ્હી, તા. 24 માર્ચ 2021, બુધવાર 

ગરમીઓની ઋતુમાં લીલા શાકભાજીનું સેવન કરવું શરીર માટે ખૂબ જ સારું હોય છે. આ ઋતુમાં ભીંડાનો સારો પાક થાય છે અને બજારમાં પણ ભીંડા સરળતાથી મળતા હોય છે. મોટાભાગના લોકો ભીંડાનું શાક અને ભરેલાં ભીંડા ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત કેટલાય લોકો દાળ-ભાત સાથે કુરકુરા ભીંડા ભાજી ખાવાનું પસંદ કરતા હોય છે. ભીંડા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન્સ, મિનરલ સહિત કેટલાય પોષક તત્ત્વ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ સાથે જ તેમાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે. આ જ કારણ છે કે તેના સેવનથી પેટ સંબંધિત બીમારીઓ દૂર રહે છે. ઉલ્લેખનીય છે કે ભીંડા ઇમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે જેનાથી ઇન્ફેક્શનનું જોખમ ઓછુ થાય છે. જાણો, ગરમીમાં ભીંડા ખાવાથી તમને શું ફાયદા થઇ શકે છે. 

વજન ઓછુ કરે છે

ભીંડામાં સારા કાર્બ્સ મળી આવે છે જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ભીંડામાં એન્ટી-ઓબેસિટી ગુણ પણ હોય છે જે વધતા વજનને ઓછુ કરવામાં મદદ કરે છે એટલા માટે જે લોકો વજન ઘટાડી રહ્યા છે, તેમને ભીંડાને ડાયેટમાં સામેલ કરવાથી ફાયદો મળી શકે છે. 

ત્વચાને યંગ રાખે

જો તમે ઇચ્છો છો કે ગરમીઓમાં તમારી ત્વચા યંગ દેખાય તો વધારેમાં વધારે ભીંડાનું સેવન કરો. ભીંડામાં વિટામિન-સી મળી આવે છે જે ત્વચાની ડેડ સ્કિન સેલ્સને રિપેર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ભીંડામાં બીટા કેરોટિન સ્વરૂપે વિટામિન-એ પણ મળી આવે છે, જે ત્વચા પર નિખાર લાવવામાં મદદ કરે છે. 

ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે

ગરમીઓમાં ભીંડાનું સેવન કરવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. ઈમ્યૂન સિસ્ટમના મજબૂત થવાથી કેટલાય પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી છૂટકારો મળી શકે છે. ઈમ્યૂનિટી મજબૂત થવાથી લોકો બીમાર ઓછા થાય છે. 

પેટને તંદુરસ્ત રાખે છે

ગરમીઓમાં ઘણા બધા લોકો પેટની સમસ્યાઓથી પરેશાન રહે છે. એવામાં ભીંડાનું સેવન કરવાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ભીંડામાં સારા પ્રમાણમાં ફાઇબર મળી આવે છે જે ડાઇજેશનને તંદુરસ્ત રાખે છે. 

આંખોની રોશની વધારે છે

ભીંડાનું સેવન તે લોકો માટે ખૂબ જ લાભદાયી હોય છે જે દિવસભર કૉમ્પ્યૂટર સ્ક્રીન પર કામ કરે છે. ભીંડામાં બીટા કેરોટીન મળી આવે છે જેનાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે. આંખોથી સંકળાયેલી બીમારીઓને દૂર રાખવા માટે ભીંડાનું સેવન કરવું જોઇએ. કોઇ પણ ટિપ્સ અજમાવતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. 

Tags :