તુટેલા હાડકાને જોડે છે આ છોડ
આજે આપણે એક એવા છોડની વાત કરીશું જે તુટેલા હાડકાંને જોડી શકે છે. પહેલાના લોકો એ છોડનો જ હાડકા જોડવા માટે ઉપયોગ કરતાં હોય છે. આ છોડનું નામ છે હડજોડ. એ એક વેલ છે જેને ઘરમાં સરળતાથી લગાવી શકાય છે. નવાઈની વાત એ છે કે તેનાથી ફ્રેક્ચર પણ સંધાઈ શકે છે. તેના પાંદડા હૃદય આકારના હોય છે અને શાખાઓમાં લાલ રંગના વટાણા જેવા ફળ લાગેલા હોય છે.
હાડકાના ફ્રેક્ચરમાં કેવી રીતે ઉપયોગી બને...
આ છોડની પાંદડીઓને સુકવી લો અને એ પછી તેને અડદની દાળમાં મિક્સ કરીને વાટી લો. એની પેસ્ટ બનાવો. એ પછી વાંસની પાતળી પટ્ટીથી તુટેલા હાડકાને સીધુ કરીને સુતરાઉ કાપડ પર આ પેસ્ટ લગાવીને ત્યાં બાંધી દો. દર ત્રીજા દિવસે પટ્ટીને બદલીને નવી પેસ્ટ લગાવો. આમ કરવાથી ધીમેધીને ફેક્ર્ચર સંધાઈ જશે.
આ પણ ખાઓ
આ સાથે જ તમારે તેના પાંદડાઓની સાથે સાથે પીપળી, ઘઉનો શેકેલો લોટઅને અર્જુનની છાલને સરખા પ્રમાણમાં લઇને ઝીણી દળી લો. જો તમારું વજન 60 કિલો હોય તો વજનના 6 ગ્રામ ચૂર્ણને ઘી સાથે મિક્સ કરીને લો. આને ખાઈને હળદરવવાળું દૂધ પીવો.
બીજો ઉપાય
જો તમને લાગતું હોય કે આ ઉપાય ટફ છે તો હડજોડની પાંદડીઓના 2 ચમચી રસને 1 ચમચી ઘીમાં મિક્સ કરી લો. તેને ખાધા પછી 250 ગ્રામ દૂધ પી લો. લેપ બાંધવાની સાથે સાથે આ બેમાંથી કોઈ પણ એક ઉપાય 4 અઠવાડિયા સુધી કરવો જોઈએ.
કેવી રીતે જોડાય છે હાડકાં
હડજોડમાં નેચરલ કેલ્શિયમ હોય છે જે હાડકાઓને જોડવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઇંફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે હાથ-પગના સોજા અને દુખાવાને મટાડે છે. હાડજોડમાં રહેલું કેલ્શિયમ વાંસના કેલ્શિયમ સાથે મળીને હાડકાને જોડવાનું કામ કરે છે.