Get The App

દુઃખાવાથી રાહત મેળવવા માટે મેફ્ટાલ ખાઓ છો? તો થઈ જાઓ સાવધાન, સરકારે જાહેર કરી ચેતવણી

દુઃખાવાથી રાહત મેળવવા માટે મેફ્ટાલનો ખુબ જ ઉપયોગ થતો હોય છે

જે સૌથી વધુ વેચાતી દવાઓમાંથી એક છે, પરતું સરકારે તેની સાઈડ ઈફેક્ટ અંગે ચેતવણી આપતા વધી ચિંતા

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
દુઃખાવાથી રાહત મેળવવા માટે મેફ્ટાલ ખાઓ છો? તો થઈ જાઓ સાવધાન, સરકારે જાહેર કરી ચેતવણી 1 - image


Painkiller Meftal: દુઃખાવાથી રાહત મેળવવા માટે ઉપયોગમાં લેવાતી મેફ્ટાલ સ્પાસ લગભગ દરેક ઘરોમાં વાપરવામાં આવે છે. જે બાબતે હવે ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે. ભારતની ફાર્માકોપિયા આયોગ (IPC) દ્વારા મેફ્ટાલને લઈને એક ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મેફ્ટાલમાં જોવા મળતું મેફેનૈમિક એસીડ ખતરનાક સાઈડ ઇફેક્ટ્સના કારણે બને છે. આ દવાનું સેવન કરવાથી ઈઓસિનોફિલિયા અને સિસ્ટમેટિક સિમ્પટમ્સ સિન્ડ્રોમ થઇ શકે છે. 

મેફેનૈમિક એસીડમાંથી બનતી દુઃખાવાથી રાહત આપતી દવાનો ઉપયોગ સંધિવા, હાડકાના રોગ અસ્થિવા, છોકરીઓમાં પીરિયડમાં દુખાવો, સામાન્ય દુખાવો, સોજો, તાવ અને દાંતના દુઃખાવાની સારવાર માટે થાય છે. IPCએ તેની સુરક્ષા ચેતવણીમાં જણાવ્યું કે ફાર્માકોવિજિલેંસ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા (PVPI) ડેટાબેઝ દ્વારા મેફ્ટાલની સાઈડ ઈફેક્ટના શરૂઆતી વિશ્લેષણ દ્વારા DRESS સિન્ડ્રોમની જાણકારી મળી છે. 

DRESS સિન્ડ્રોમ શું છે?

DRESS સિન્ડ્રોમના કારણે ગંભીર એલર્જી રિએક્શન જોવા મળે છે. જેના લીધે સ્કીન પર લાલ ચક્કા થઇ જાય છે, તાવ આવે છે અને લસિકા ગાંઠો (લસિકા ગ્રંથીઓ) પર સોજો આવે છે. દવા લીધા પછી બે થી આઠ અઠવાડિયાની વચ્ચે આવું થઈ શકે છે. 30 નવેમ્બરે ડોકટર, દર્દી કે વપરાશકર્તાઓને સલાહ આપતું એલર્ટ જાહેર કરવામાં આવ્યું કે દાવાને લગતી સાઈડ ઈફેક્ટની સંભાવનાઓ પર નજર રાખવી ખુબ જ આવશ્યક છે. 

જો દવા ખાવાથી કોઈપણ પ્રકારનું રીએક્શન જોવા મળે છે તો તેની વેબસાઈટ- www.ipc.gov.in અથવા તો તેના મોબાઈલ એપ ADR PvPI ANE PvPI હેલ્પલાઇનની મદદથી એક ફોર્મ ભરી જાણકારી આપી શકે છે. 


Google NewsGoogle News