Get The App

બ્લડ કેન્સરના દર્દીઓ માટે ગૂડ ન્યૂઝ! ટી સેલને મોડિફાઈ કરવામાં જામિયાના રિસર્ચરને મોટી સફળતા

Updated: Mar 10th, 2025


Google News
Google News
બ્લડ કેન્સરના દર્દીઓ માટે ગૂડ ન્યૂઝ! ટી સેલને મોડિફાઈ કરવામાં જામિયાના રિસર્ચરને મોટી સફળતા 1 - image


Image: Wikipedia

Blood Cancer Patients : જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના સંશોધનકર્તાઓએ ટી સેલને મોડિફાઈ કરવામાં સફળતા મેળવી લીધી છે. આનાથી ન માત્ર બ્લડ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી શકશે પરંતુ એક સસ્તો સારવાર વિકલ્પ પણ દેશવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સંશોધનનો ફેબ્રુઆરી 2025માં ઈન્ટરનેશનલ જર્નલ સેલ રિપોર્ટ મેડિસિને સ્વીકાર પણ કરી લીધો છે. આ સાથે સીએઆર ટી-સેલ થેરાપીની પેટન્ટ માટે અરજી પણ કરવામાં આવી છે.

કેન્સર કોશિકાઓને ટાર્ગેટ કરવામાં આવી શકશે

જામિયાના મલ્ટી ડિસ્પ્લિનરી સેન્ટર ફોર એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ સ્ટડીઝ (એમસીએઆરએસ) ના ડાયરેક્ટર પ્રો. મોહમ્મદ હુસૈને જણાવ્યું કે સીએઆર ટી-સેલ થેરાપીમાં રોગીની પોતાની ટી કોશિકાઓને આનુવંશિક રીતે મોડિફાઈ કરવામાં આવે છે જેથી કેન્સર કોશિકાઓને ટાર્ગેટ કરવામાં આવી શકે અને તેની પર હુમલો કરીને તેને ખતમ કરી શકાય.

આ પણ વાંચો: સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સના લાંબા સમય સુધી ઉપયોગથી ઝામર થવાનું જોખમ, 10 લાખ લોકોએ દૃષ્ટિ ગુમાવી

બી-સેલ લિમ્ફોસાઈટ્સ એન્ટીબોડી બનાવે છે, જે સંરક્ષણ પ્રણાલીમાં સંક્રમણથી લડવામાં મદદ કરે છે. અસામાન્ય પરિસ્થિતિઓમાં આમાં ફેરફાર આવી શકે છે અને આ કેન્સરનું રૂપ લઈ લે છે. ટી સેલ એક પ્રકારની શ્વેત રક્ત કોશિકા હોય છે.

આ સંરક્ષણ પ્રણાલીનો ભાગ હોય છે. કોઈ પણ પ્રકારના સંક્રમણથી લડે છે. પ્રો. હુસૈન અનુસાર ટી સેલને મોડિફાઈ કરવામાં સફળતા મળે છે. બ્લડ કેન્સરથી ઝઝૂમી રહેલા દર્દીના ટી સેલને મોડિફાઈ કરવા પર તે કેન્સર સેલને ઝડપથી સાથે નષ્ટ કરી શકે છે. 

Tags :
Blood-Cancer-PatientsJamia-Millia-IslamiaResearcherT-CellsModify

Google News
Google News