મોઢામાં પડતા ચાંદાની સમસ્યાને દૂર કરવા કરો આ સરળ ઉપાય
- મોઢામાં ચાંદા ક્યારેક ક્યારેક બહુ પરેશાન કરે છે
અમદાવાદ, તા. 21 જુલાઈ 2018 શનિવાર
મોઢામાં ચાંદા પડી જવાથી તમે બહુ હેરાન થતા હશો. મોઢામાં ચાંદા પડવાના ઘણા કારણો હોઈ શકે છે.
એલર્જી, હોર્મોન્સમાં ફેરફાર, પેટમાં ઈન્ફેકશન જેવા કારણો એટલું જ નહીં મોઢાની અંદર છોલાય જવાથી અથવા કોઈ કારણના લીધે ગાલ કપાય જવાથી મોઢામાં ચાંદી પડી જાય છે.
જો કે, મોઢામાં ચાંદા કેમ પડે છે તેનું કારણ હજુ સુધી ખબર નથી પરંતુ શક્ય છે કે મોઢામાં ચાંદાનું મુખ્ય આ કારણ હોય છે.
મોઢામાં ચાંદા પડી જવાથી ખાવા-પીવામાં તકલીફ થાય છે. મોટાભાગે આ ચાંદા ગાલની અંદર થાય છે. મોઢાના ચાંદા ડૉક્ટરની ભાષામાં કેન્સર સોર્સ પણ કહેવામાં આવે છે. મોઢામાં ચાંદા ક્યારેક ક્યારેક બહુ પરેશાન કરે છે. જો કે તે ઓછા સમય માટે હોય છે પરંતુ ક્યારેક ક્યારેક ઘણા સમય સુધી તકલીફ પણ આપે છે.
જો ચાંદાની સાથે-સાથે તાવ આવે તો સારું થવામાં ત્રણ સપ્તાહ જેટલો સમય લાગી શકે છે અને ખાવાનું ખાવામાં સમસ્યા થતી હોય તો તરત ડોક્ટર પાસે જઈને તેનો ઈલાજ કરાવો.
જો કે, મોઢાના ચાંદા બને ત્યાં સુધી જાતે જ મટી જાય છે. તેના માટે ઈલાજની જરૂર પણ નથી પડતી. દર્દથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલુ નુસ્ખા પણ અપનાવી શકો છો. પેટમાં ઈન્ફેક્શનના કારણે વધારે સમસ્યા થાય છે એટલા માટે પેટને સાફ રાખવુ. પેટમાં દુઃખાવો, કબજિયાત જેવી સમસ્યાને કારણે મોઢામાં ચાંદી પડે છે.
- તુલસીનો છોડ દરેકના ઘરે હોય છે. તે સરળતાથી મળી જાય છે. તુલસી બહુ લાભકારી છે. તે વાતાવરણ સિવાય આપણા શરીર માટે રામબાણ ઈલાજ છે. તેનાથી ઘણી બીમારીથી છુટકારો મેળવી શકાય છે. તુલસીમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે એટલા માટે તેના પાનને દિવસમાં બે વખત પાંચ પત્તા ખાવાથી મોઢામાં પડેલા ચાંદા મટી જાય છે.
- તે સિવાય એક ચમચી સવારે ખાલી પેટે ખસખસને ગરમ પાણીની સાથે લેવાથી પણ મોઢાના ચાંદાની સમસ્યા દૂર થઈ જાય છે. નારિયેળના તેલથી પણ મોઢાના ચાંદા મટી જાય છે. નારિયેળ તેલને પાણીની સાથે મિક્સ કરીને તેનુ સેવન કરવું. તે પેટને ઠંડક આપે છે અને મોઢાના ચાંદાની સમસ્યાથી છુટકારો મળે છે.