કહેવાતા હેલ્ધી પેકેજ્ડ ફૂડ્સમાં પણ જુદા-જુદા નામે ખાંડનો જ વપરાશ, આ રીતે ઓળખો તેના વિવિધ પ્રકાર
| ||
FMCGs Use Different Names For Sugars: સ્વસ્થ અને નિરોગી રહેવા માટે પૌષ્ટિક આહાર લેવો હિતાવહ હોવાનું આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આજના ઝડપી અને દોડતાં યુગમાં સમયના અભાવે આપણે પેકેજ્ડ ફૂડ ખાવાની ટેવ પડી ગઈ છે, પરંતુ તેમા વપરાતી સામગ્રી સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે, તે આપણે જાણતાં જ નથી. તેમાં પણ આજે બજારમાં હાઈજેનિક- મિનરલ્સથી ભરપૂર હેલ્ધી ફૂડના નામે વેચાતી પ્રોડક્ટ્સની માગ વધી છે. પરંતુ તેમાંથી મોટાભાગની FMCG કંપનીઓ ફૂડ પ્રોડક્ટ્સમાં કોડ નામ આપી છુપી રીતે ગ્રાહકોને અનહેલ્ધી સામગ્રી જ પીરસી હોવાનું જોવા મળ્યું છે.
તેવી જ રીતે શુગર (ખાંડ)નો ઉમેરો પણ જુદા-જુદા નામથી થઈ રહ્યો છે. જેથી ગ્રાહકને ખબર જ નથી હોતી કે તે કેટલા બધા પ્રમાણમાં શુગર આ પેકેજ્ડ ફૂડ મારફત જ આરોગી રહ્યો છે. ફૂડ પેકેટ્સમાં ઉપલબ્ધ ઈન્ગ્રિડિયન્ટ્સમાં શુગરને શુગર તરીકે નહીં પણ અન્ય નામથી દર્શાવેલ હોવાથી ગ્રાહકો ભરમાઈ જાય છે.
આ રીતે ઓળખો શુગરના જુદા-જુદા નામ
નેચરલ શુગર સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પરંતુ એડેડ શુગર સ્વાસ્થ્ય પર માઠી અસરો કરે છે. એડેડ શુગરના અલગ-અલગ 60થી વધુ નામો છે. ફૂડ કંપનીઓ તેનો ઉપયોગ કરીને પ્રોડક્ટ વેચે છે. આ નામોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ તેમાં ઓસ, ઓલ, સિરપ (OSE,OL,SYRUP) નામથી પૂર્ણ થતાં ઈન્ગ્રિડિયન્ટ્સ શુગર જ હોય છે. ઠંડા પીણા, ફ્રૂટ જ્યુસ, ફ્લેવર્ડ યોગર્ટ , સિરિયલ્સ, કુકીઝ, બિસ્કિટ, કેક, કેન્ડી અને મોટાભાગના પ્રોસેસ્ડ ફૂડ્માં એડેડ શુગર હોય છે. સુપ, બ્રેડ, કેચઅપ તેમજ પ્રોટીન પાવડર ઉપરાંત ઘણા હેલ્થ ડ્રિંક્સ અને પ્રોટીન બારમાં પણ અલગ-અલગ નામથી શુગર ઉપલબ્ધ હોય છે. વધુ પડતી શુગર ખાવાથી મેદસ્વીપણુ, ડાયાબિટિસ, સ્વાદુપિંડ, જઠરને નુકસાન થતુ હોવાનુ અનેક રિસર્ચ રિપોર્ટ અને ડોક્ટર્સ સાવચેત કરતાં રહેતા હોય છે.
શુગરના લીધે હાર્ટઅટેક સંબંધિત સમસ્યાઓ
શુગરના લીધે હાર્ટઅટેક સંબંધિત સમસ્યાઓ પણ જોવા મળે છે. હાવર્ડ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર, જે લોકોની કેલેરીમાં 17થી 21 ટકા શુગર જોવા મળે છે, તેમને કાર્ડિયોવાસ્યુક્લર (હાર્ટ અટેક) થવાનું જોખમ 38 ટકા હોય છે. જેથી લાંબા ગાળે વધુ પડતી અને એડેડ શુગર ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીઓનો ભોગ પણ થાય છે.
શુગરની કેટેગરી
1. મોનોસેક્રાઈડ્સ
*એક મૉલેક્યૂલથી બનતી શુગર
- ગ્લુકોઝ
- ફ્રુક્ટોઝ (ફ્રૂટમાંથી બનતી શુગર)
- ગેલેક્ટોઝ (મિલ્કમાંથી બનતી શુગર)
2. ડાયસેક્રાઈડ્સ
બે મોનોસેક્રાઈડ્ઝ ભેગા થઈને બને છે
- સુક્રોઝ (ગ્લુકોઝ+ ફ્રૂક્ટોસ)
- લેક્ટોઝ (ગ્લુકોઝ+ ગ્લેક્ટોઝ)
- માલ્ટોઝ (ગ્લુકોઝ+ ગ્લુકોઝ)
3.પોલિસેક્રાઈડ્સ
10થી વધુ મોનોસેક્રાઈડ્ઝ ભેગા થઈને બને છે
- ગ્લુકોઝ પોલિમર/સ્ટાર્ચ વગેરે.
બ્રાઉન શુગર સ્વાસ્થ્ય માટે સારી???
ઘણા લોકો માને છે કે, કોકોનટ શુગર અને પામ શુગર, રિફાઈન્ડ શુગર કરતાં વધુ હેલ્ધી હોય છે. જેની પાછળનું કારણ તેની કિંમત પણ હોઈ શકે. કોકોનટ અને પામ શુગર સામાન્ય કરતાં ત્રણથી ચાર ગણી મોંઘી હોવાથી ઘણા લોકો માને છે કે, મોંઘું હંમેશા સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. જેના પગલે શુગરના બદલે જાત-જાતની પ્રોસેસ્ડ મોંઘી શુગર લેવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ તે પણ સ્વાસ્થ્ય માટે એટલી જ જોખમી છે.
પેકેજ્ડ ફૂડ્સમાં લખાતાં શુગરના અલગ-અલગ નામ