વિશ્વમાં દરેક ચોથો વ્યક્તિ એકલતાનો શિકાર, ભારતમાં પણ ગંભીર સ્થિતિ, ચોંકાવનારા આંકડા

એક સ્ટડી મુજબ અલગ અલગ ઉંમર વર્ગના લોકોને સામેલ કરવામાં આવ્યા જેમાં 19-29 વર્ષના, 30-44 વર્ષના, 65 અને તેથી વધુની ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
વિશ્વમાં દરેક ચોથો વ્યક્તિ એકલતાનો શિકાર, ભારતમાં પણ ગંભીર સ્થિતિ, ચોંકાવનારા આંકડા 1 - image


Lonliness in World: દુનિયાભરમાં દરેક ચોથો વ્યક્તિ એકલતા અનુભવે છે. આ દાવો મેટા ગેલપ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ સ્ટેટ ઓફ કનેક્શન 2023ના રિપોર્ટ પરથી કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં 49 ટકા લોકો એકલતા અનુભવતા નથી. તેમજ ભારતમાં 65 ટકા લોકો પોતાને જોડાયેલા અનુભવે છે. જો કે ઉંમર વધતા એકલતા એક મોટી સમસ્યા બનતી જાય છે. જેમાં 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતો દરેક પાંચમો વ્યક્તિ પોતાને એકલો અનુભવે છે. આ સર્વે 142 દેશોમાં 3.2 અરબ લોકો પર કરવામાં આવ્યો હતો. 

ભારતમાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ એકલતા અનુભવે છે 

આ સર્વેમાં પુરુષો અને સ્ત્રીઓમાં એકલતાનો દર સમાન જોવા મળ્યો હતો. વિશ્વભરમાં 24 ટકા પુરુષો અને સ્ત્રીઓ ખુબ જ એકલતા અનુભવે છે. જો કે, ભારતમાં, સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો એકલતાની પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. અહીં 31 ટકા પુરુષો અને 28 ટકા મહિલાઓએ પોતાને એકલા ગણાવ્યા. જ્યારે 40 ટકા પુરુષો અને 44 ટકા મહિલાઓએ આ વાતને નકારી હતી.

દુનિયામાં યુવાનોમાં એકલતા અનુભવવાનું પ્રમાણ વધુ 

અભ્યાસ દરમિયાન વિવિધ વય જૂથના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આમાં 19-29, 30-44 વર્ષની વયના યુવાન વયસ્કો અને 65 અને તેથી વધુ વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી, 19-29 વય જૂથના 27 ટકા લોકોએ એકલતાની વિષે વાત કરી. તેમજ વિશ્વભરમાં માત્ર 17 ટકા વૃદ્ધોએ કહ્યું કે તેઓ એકલા છે. રિપોર્ટ અનુસાર, 72 ટકા લોકો અન્ય લોકો સાથે સામાજિક રીતે ખુબ જ જોડાયેલા અનુભવે છે.

16 ટકા લોકોને અજાણ્યા લોકો સાથે સંપર્ક કરવામાં તકલીફ નહિ

રિપોર્ટમાં એ પણ જોવામાં આવ્યું કે લોકો વિશ્વભરમાં એકબીજા સાથે કેવી રીતે સંપર્ક કરે છે. તેમાંથી 58 ટકા લોકોએ દિવસમાં ઓછામાં ઓછા એક વખત જુદા જુદા સામાજિક સમૂહ સાથે વાતચીત કરી હોવાનું નોંધ્યું હતું. જ્યારે 46 ટકા લોકોએ પડોશીઓ અથવા નજીકમાં રહેતા લોકો સાથે વાત કરી હોવાનું જણાવ્યું હતું. વિશ્વની એક તૃતીયાંશ વસ્તી દૈનિક ધોરણે મિત્રો અથવા પરિવાર સાથે વાત કરે છે. જ્યારે 16 ટકા લોકોએ કહ્યું કે તેઓ છેલ્લા સાત દિવસમાં એકવાર અજાણ્યા લોકો સાથે વાત કરે છે.

રિપોર્ટ અનુસાર, ભારતમાં 42 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ એકલતા અનુભવે છે. એકલતાનો સૌથી વધુ દર શ્રીલંકામાં છે, જ્યાં 48 ટકા નાગરિકો એકલા રહે છે. આ યાદીમાં ત્રીજા સ્થાને બાંગ્લાદેશ છે, જ્યાં 40 ટકા લોકો એકલા છે.


Google NewsGoogle News