Get The App

ભોજનમાં ખાટી વસ્તુનું વધુ પડતુ સેવન તમને આ રીતે કરી શકે છે નુકસાન

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
ભોજનમાં ખાટી વસ્તુનું વધુ પડતુ સેવન તમને આ રીતે કરી શકે છે નુકસાન 1 - image


                                                      Image Source: Freepik

અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2023 સોમવાર

અમુક લોકો પોતાના ભોજનમાં ખાટી વસ્તુઓનું સેવન કરે છે જેમાં લીંબુ, અથાણું કે આંબલીનો ઉપયોગ કરે છે. ખાટુ ભોજન તમારા શરીરના તમામ અંગોના કાર્ય અને પીએચ લેવલને અસંતુલિત કરી શકે છે. આપણા શરીરમાં એસિડ લેવલ અને બેઝિક લેવલ હોય છે જ્યારે તમે ખાટુ ખાવ છો તો આ બંનેની વચ્ચે એક અસંતુલન પેદા થાય છે અને ઘણા અંગોને નુકસાન પહોંચાડે છે, જેનાથી શરીરની ઘણી સમસ્યાઓ ઝડપથી વધી શકે છે. 

વધુ પડતા ખાટા ભોજનથી શું નુકસાન થાય છે

1. કેલ્શિયમ ઘટાડે છે

વધુ પડતુ ખાટુ ખાવાથી શરીરમાં કેલ્શિયમ ઘટે છે. આનાથી કેલ્શિયમ પાણી સાથે મળીને યુરિન દ્વારા વહેવા લાગે છે અને હાડકાઓને નુકસાન કરે છે. આનાથી હાડકાઓ ધીમે-ધીમે કમજોર થઈ જાય છે. આ સિવાય સંધિવા અને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાનું કારણ બની શકે છે.

2. દાંતને કમજોર કરે છે

વધુ પડતુ ખાટુ ભોજન તમારા દાંતોના સ્તરને કમજોર કરે છે અને નુકસાન કરે છે. આનાથી દાંત અંદરથી કમજોર થવા લાગે છે. દાંતમાં ગમે ત્યારે દુખાવો થઈ શકે છે કે પછી દાંત જલ્દી ખરાબ થઈને તૂટી શકે છે. સાથે જ દાંતમાં કૃમિ પડવાની સમસ્યા પણ ઝડપથી વધી શકે છે.

3. ગુડ બેક્ટેરિયાને નુકસાન કરે છે

વધુ પડતુ ખાટુ ભોજન ગુડ બેક્ટેરિયાને નુકસાન કરે છે. એટલુ જ નહીં આ પેટના પીએચને પણ બગાડી દે છે અને ઘણી સમસ્યાઓનું કારણ બને છે. જેમ કે અપચો, પેટનો દુખાવો, કબજિયાત, ઉબકાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય પાચનશક્તિ પણ બગડી શકે છે અને તમને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ સતત પરેશાન કરી શકે છે. 


Google NewsGoogle News