તરબૂચ સાથે આ વસ્તુઓ ખાતા પહેલા ચેતી જજો, ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન
અમદાવાદ, તા. 19 એપ્રિલ 2023 બુધવાર
ઉનાળામાં તરબૂચ શરીરને હાઈડ્રેટ તો રાખે છે અને વિટામિન તેમજ મિનરલ્સ પણ પૂરા પાડે છે. ઘણીવાર અમુક લોકો ફરિયાદ કરે છે કે તરબૂચમાંથી પૂરતા પ્રમાણમાં પોષકતત્વો મળ્યા નહીં. તેનું કારણ તરબૂચમાં કોઈ ખામી નહીં પરંતુ તરબૂચ ખાવાની રીત ખોટી હોય છે. તમારે તરબૂચ ખાતી વખતે એ ધ્યાન રાખવુ જોઈએ કે તરબૂચ સાથે શું ખાવુ ન જોઈએ.
તરબૂચ સાથે શું ન ખાવુ જોઈએ
ઘણીવાર જ્યારે લોકો ફળ ખાવા બેસે છે તો તેની ઉપર મીઠુ કે કાળુ મીઠુ નાખે છે. આનાથી ફળોનો સ્વાદ ચોક્કસ વધે છે પરંતુ ફળનું પોષણ ખતમ થઈ જાય છે, તમે તરબૂચના ભરપૂર પોષણનો ફાયદો લેવા ઈચ્છો તો તેમાં મીઠુ નાખશો નહીં. મીઠાના કારણે તમારુ શરીર તરબૂચના તમામ ન્યૂટ્રિશન્સને ગ્રહણ કરી શકતુ નથી તેથી તકબૂચ ખાવા સાથે કે તેના તાત્કાલિક બાદ મીઠુ કે મીઠા વાળી વસ્તુઓ ખાવી જોઈએ નહીં.
આ ભોજનથી પણ થઈ શકે છે નુકસાન
તરબૂચની સાથે કે તરબૂચના સેવનના અડધા કલાક બાદ ઈંડા કે તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. તરબૂચ જેટલુ રસદાર હોય છે એટલુ જ ફાઈબરથી પણ ભરપૂર હોય છે. તળેલુ ખાવાથી તરબૂચના રસનો સંપૂર્ણ ફાયદો મળતો નથી. ઈંડા અને તરબૂચ તાસીરમાં જુદા-જુદા છે તેથી તેને સાથે ખાવાથી પણ નુકસાન થઈ શકે છે.