For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભોજન પેક કરવા એલ્યુમિનિયમ ફોઈલની ડલ સાઈડનો ઉપયોગ કરાય કે શાઈની?, જાણો નિષ્ણાતોનો મત

Updated: Apr 17th, 2024

ભોજન પેક કરવા એલ્યુમિનિયમ ફોઈલની ડલ સાઈડનો ઉપયોગ કરાય કે શાઈની?, જાણો નિષ્ણાતોનો મત

Image: Freepik

Aluminum Foil: એલ્યુમિનિયમ ફોઈલ આજે સમયની જરૂરિયાત છે અને આ મોટાભાગના ભારતીય રસોડામાં જોવા મળે છે. એલ્યુમિનિયમ ફોઈલનું કામ ભોજનને લાંબા સમય સુધી તાજુ રાખવાનું છે. ઓફિસ જતાં લોકો હોય કે સ્કુલ જતાં બાળકો માટે એલ્યુમિનિયમ ફોઈલમાં સારી રીતે પેક કર્યા બાદ જ કોઈ લંચબોક્સ પૂર્ણ થાય છે.

તમે બધા લોકો એ વાત જાણતા હશો કે એલ્યુમિનિયમ ફોઈલનો એક ભાગ ડલ અને એક શાઈની હોય છે પરંતુ પોતાનું લંચ પેક કરતી વખતે કયા ભાગને ઉપર કે અંદર રાખવાનો છે આ વાત મોટાભાગના લોકોને ખબર હોતી નથી. આ મામલે કઈ સાઈડ સારી છે તે માટે નિષ્ણાતોએ કહ્યું કે 'પોષણ અને ખાદ્ય સુરક્ષાના દ્રષ્ટિકોણથી ભોજન બનાવવા કે સ્ટોરેજ માટે ઉપયોગ કરવામાં આવતા એલ્યુમિનિયમ ફોઈલની ડલ અને શાઈની સાઈડ વચ્ચે કોઈ ખાસ અંતર નથી'. એલ્યુમિનિયમ ફોઈલમાં આ અંતર બનાવટની પ્રક્રિયાના કારણે છે. આ ફોઈલની બંને તરફ સંપર્કમાં આવનાર ભોજનની સુરક્ષા કે આરોગ્ય પાસાને અસર કરતી નથી.

એલ્યુમિનિયમ ફોઈલની ગમે તે સાઈડનો કરી શકો છો ઉપયોગ

નિષ્ણાતના જણાવ્યા અનુસાર એલ્યુમિનિયમ ફોઈલનો બંને તરફ ઉપયોગ કરવાથી ભોજન પર કોઈ ખાસ અસર પડતી નથી. ખાદ્ય પદાર્થોને પેક કરવા કે બનાવવા માટે એલ્યુમિનિયમ ફોઈલની ડલ કે શાઈની સાઈડનો ઉપયોગ સ્વાભાવિક રીતે ખાદ્ય પદાર્થોના ન્યૂટ્રિશિયન વેલ્યૂ કે કંપોજિશનને અસર કરતા નથી. ભોજન બનાવવાની રીત અને સામગ્રી ઉપયોગ કરવામાં આવતી ફોઈલની તુલનામાં પોષણ સંબંધી પરિણામ પર ઘણી અસર નાખે છે.

સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ  

ભોજન બનાવવામાં કે સંગ્રહમાં એલ્યુમિનિયમ ફોઈલના ઉપયોગ સંબંધિત પ્રાથમિક આરોગ્ય ચિંતાઓમાં ભોજનમાં એલ્યુમિનિયમનો સંભવિત ટ્રાન્સફર સામેલ છે. જોકે આ ટ્રાન્સફર ખૂબ ઓછો હોય છે અને સામાન્ય રીતે આરોગ્ય અધિકારીઓ દ્વારા તેને સુરક્ષિત માનવામાં આવે છે.

નિષ્ણાતના જણાવ્યા અનુસાર ડલ કે શાઈની ભાગનો ઉપયોગ કરવાની વચ્ચેની પસંદગી એ કારણને મહત્વપૂર્ણ રીતે અસર કરતા નથી. એલ્યુમિનિયમના ટ્રાન્સફરની થોડી શંકા વધુ નમકીન ખાદ્ય પદાર્થોને બનાવવા સાથે સંબંધિત છે. જેનાથી ભોજનમાં એલ્યુમિનિયમનું વધુ લિકેજ થઈ શકે છે.

એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવાની રીત

કઈ સાઈડનો ઉપયોગ કરવો

મહત્વપૂર્ણ અંતરની ઉણપને જોતા ઉપયોગકર્તા વ્યક્તિગત પ્રાથમિકતા કે સુવિધાના આધારે કોઈ પણ સાઈડ પસંદ કરી શકે છે. ખાદ્ય પદાર્થોને ઢાંકવા કે લપેટતી વખતે શાઈની સાઈડને સૌંદર્યના કારણે વધુ પસંદ કરવામાં આવે છે.

એસિડિક અને સોલ્ટી ફૂડ

એસિડિક કે નમકીન ખાદ્ય પદાર્થોને બનાવતી વખતે એલ્યુમિનિયમ ટ્રાન્સફરને ઘટાડવા માટે ભોજન અને ફોઈલની વચ્ચે એક પેપરનો ઉપયોગ કરવો જોઈએ.

હાઈ ટેમ્પરેચર

હાઈ ટેમ્પરેચર પર ભોજન બનાવવા માટે એ ધ્યાન રાખવું કે ફોઈલ ભોજનના સીધા સંપર્કમાં ન આવો, કોઈ પણ સંભવિત એલ્યુમિનિયમ ટ્રાન્સફરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

સ્ટોરેજ

ફૂડ સ્ટોરેજ માટે ફૂડ સિક્યોરિટીને અસર કર્યા વિના એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ બંને તરફ કરી શકાય છે. જોકે, લાંબી સંગ્રહ પ્રક્રિયા માટે ભોજન યોગ્ય રીતે સીલ કરવુ અને લાંબા સમયના સ્ટોરેજ માટે ડિઝાઈન કરવામાં આવેલા કન્ટેનરોનો ઉપયોગ વધુ સુરક્ષા આપી શકે છે અને પોષણ ગુણવત્તાને જાળવી રાખે છે.

Gujarat