ગ્રીન ટીને વધારે હેલ્ધી બનાવવા માટે મિક્સ કરો આ આયુર્વેદિક વસ્તુઓ
- ગ્રીન ટીમાં આ વસ્તુઓ મિક્સ કરીને આ ડ્રિન્કના ફાયદા બેગણા કરી શકો છો
નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી 2021, રવિવાર
આમ તો ગ્રીન ટી ઘણુ ફાયદાકારક ડ્રિન્ક છે, પરંતુ તમે તેને પણ વધારે હેલ્ધી બનાવી શકો છો. ગ્રીન ટીને વધારે હેલ્ધી બનાવવા માટે તમારે માત્ર કેટલીક આયુર્વેદિક વસ્તુઓને તેમાં મિક્સ કરવાનું રહેશે. સામાન્ય રીતે ગ્રીન ટીનો ઉપયોગ કેટલાય સ્વાસ્થ્ય લાભ માટે કરવામાં આવે છે પરંતુ તેનો સૈથી વધારે ઉપયોગ લોકો વજન ઘટાડવા અને બોડી ડીટૉક્સિંગ માટે કરે છે. તેમાં ઇજીસીજી ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક એન્ટી-ઑક્સીડેન્ટ છે. તેમાં વિટામિન બી ભરપૂર પ્રમાણમાં હોય છે જ્યારે આ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી પણ ભરપૂર હોય છે જે મેટાબોલિજ્મને વધારે છે. ગ્રીન ટી ઈમ્યૂન સિસ્ટમને પણ બૂસ્ટ કરવામાં અસરકારક છે. તો જાણો કે ગ્રીન ટીમાં કઇ વસ્તુઓને મિક્સ કરવાથી વધારે ફાયદો થઇ શકે છે.
લીંબૂ
જો તમે ગ્રીન ટીમાં લીંબૂનો રસ નાંખીને પીઓ છો તો આ તેના સ્વાદને વધારે છે. શોધકર્તાઓનું કહેવું છે કે જો ગ્રીન ટીમાં લીંબૂ અથવા સાઇટ્રસ જ્યુસ નાંખીને પીવામાં આવે તો આ તેને એન્ટી-ઑક્સિડેન્ટને વધારે છે, જે શરીર માટે વધારે ફાયદાકારક હોય છે. પરંતુ ક્યારેય પણ ગરમ ગ્રીન ટીમાં લીંબૂ ન નાંખશો. ગ્રીન ટીને ઠંડી થવા દો અને ત્યારબાદ જ તેમાં લીંબૂ નિચોવો.
મધ
મધ તમને હેલ્ધી સ્કિન આપે છે અને તમારા ઇમ્યૂન સિસ્ટમને પણ મજબૂત કરી શકે છે. એટલા માટે ખાંડના વિકલ્પ સ્વરૂપે ગ્રીન ટીની સાથે મધનો ઉપયોગ કરી શકાય છે. ગ્રીન ટીમાં એન્ટી-ઑક્સીડેન્ટ હોય છે અને મધમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ, જે મિક્સ કરીને ડ્રિન્કને સુપર હેલ્ધી બનાવી શકો છો.
સ્ટીવિયાનું પાંદડું
સ્ટીવિયાના સેવનથી કેલોરી ઓછી થાય છે અને બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આટલું જ નહીં આ વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. આ ઉપરાંત આ ગુડ કોલેસ્ટ્રોલને પણ બનાવે છે. હકીકતમાં આ એક સુરક્ષિત અને પ્રાકૃતિક સ્વીટનર છે અને કોઇ સાઇડ ઈફેક્ટ્સને ગ્રીન ટીને સ્વીટ બનાવી શકે છે.
ફુદીનાનાં પાંદડાં અને તજ
જો તમે પોતાના ગ્રીન-ટીમાં ફુદીનાનાં પાંદડાં નાંખીને પીઓ છો તો આ ઈમ્યૂન સિસ્ટમને વધારે છે અને પાચનશક્તિમાં સુધાર લાવે છે. ત્યારે તજ પોતાનું વજન ઘટાડવામાં મદદ કરે છે. આ તમારી ઈમ્યૂનિટીને પણ વધારે છે.
આદુ
ગ્રીન ટીમાં આદુ મિક્સ કરીને પીવામાં આવે તો તેના કેટલાય ફાયદા થાય છે. હકીકતમાં આદુ ઈમ્યૂનિટી વધારવાની સાથે-સાથે કેન્સરને કંટ્રોલ કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. આ સાથે જ અસ્થમા, ડાયાબિટીસ અને માસિક ધર્મના પ્રોબ્લેમ્સને પણ સોલ્વ કરવામાં અસરકારક હોય છે.